તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:શનિશ્વરી અમાસે હાથલા શનિદેવ મંદિરે ઉમટ્યો માનવ મહેરામણ

બગવદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાથલા ગામના સરપંચ તથા ઉપસરપંચે ખુદ હાજર રહી ભકતજનોની વ્યવસ્થા જાળવી

બગવદર થી 12 કિલોમીટર દૂર અને ભાણવડ તાલુકામાં આવેલ હાથલા ગામે ગઇકાલે શનિશ્વરી અમાસ હોવાથી દર્શનાર્થીઓ શનિદેવના દર્શન કરવા ઉમટી પડયા હતા. શનૈશ્વરી અમાસ હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો શનિદેવના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જોકે શનિ જયંતિ અને શનિશ્ચરી અમાસ હોય ત્યારે ભાણવડ પોલીસ તરફથી બંદોબસ્ત ગોઠવવામાં આવે છે

પરંતુ ગઇકાલે પોલીસ બંદોબસ્ત ના હોવાથી હાથલા ગામના સરપંચ વિનુભાઈ ગોસ્વામી તેમજ ઉપસરપંચ ગિરિરાજ સિંહ જેઠવા દ્વારા ભક્તજનોને દર્શન કરવામાં કોઈ તકલીફ ન પડે અને સૌ લાઈનમાં ઊભા રહી દર્શન કરી શકે તેવી આપણે વ્યવસ્થા ગોઠવવા અગ્રણીઓ હાજર રહેલ. વળી શનિશ્ચરી અમાસ હોવાથી અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, વિગેરે સૌરાષ્ટ્રના તેમજ ગુજરાતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો શનિદેવના દર્શન કરવા આવેલ હતા.

અન્ય સમાચારો પણ છે...