તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ખારવાવાડ વિસ્તારમાં કેટલાક તોતીંગ વૃક્ષોની ડાળીઓ મકાનો પર ફેલાઇ ગઇ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભયના માહોલ વચ્ચે મકાનમાં રહે છે, મકાનમાં મકોડા અને જીવાત થતા લોકો પરેશાન

પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં કેટલાક સ્થળોએ તોતિંગ વૃક્ષો મકાન પર છવાઈ ગયા છે. મકાન પર વૃક્ષોની ડાળીઓ ફેલાઈ ગઈ છે જેથી મકાનમાં રહેતા લોકો ભારે હાલાકી વેઠી રહ્યાં છે. સ્થાનિકોએ આ અંગે પાલિકા તંત્રને રજુઆત પણ કરી હતી આમછતાં ડાળીઓ કાપવામાં આવી નથી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે તોતિંગ વૃક્ષોની ડાળીઓ અને પાંદડાઓ મકાન સુધી પહોંચ્યા છે.

વાવાઝોડાની આગાહીને પગલે નડતરરૂપ ડાળીઓ હટાવવા રજુઆત કરી હતી. પરંતુ ડાળીઓ હટાવી નથી. હાલ મકાન પર વૃક્ષની ડાળીઓ અને પાંદડા છવાઈ જતા મકાનમાં મંકોડા અને જીવાતો આવે છે. જમવામાં પણ જીવાતો આવે છે જેથી મુશ્કેલી વેઠવી પડે છે. અને વાવાઝોડા કે ભારે પવન દરમ્યાન વૃક્ષ ધરાસાઈ થાય તેનો ડર લાગે છે. આથી તંત્ર દ્વારા વૃક્ષોની નડતરરૂપ ડાળીઓ હટાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...