પોલીસ ફિફા ખાંડી રહી છે:રાણાવાવના લૂંટ અને માર મારવાના બનાવમાં પોલીસ ફિફા ખાંડી રહી છે

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરવાળા ગામે ફાર્મ હાઉસમાં લૂંટ કરનાર પરપ્રાંતીય ગેંગ હજુ સુધી હાથ લાગી નથી

રાણાવાવ તાલુકાના વરવાળા ગામે હનુમાન વાડી વિસ્તારમાં ગુરૂકૃપા હોટેલની સામે નિહાર ફાર્મ હાઉસમાં રહેતા લાલજીભાઇ ડાયાભાઇ લગધીરના ઘરે રાત્રીના 11 વાગ્યાના સુમારે 8 થી10 જેટલા શખ્સો લાકડાના ધોકા સાથે ઘરમાં ઘૂસી આવ્યા હતા અને સાક્ષી જમનાબેન, હર્ષીતાબેનને જેમફાવે તેમ ગાળો આપી હતી અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો તથા ઢસડીને મકાનના રૂમમાં પૂરી દીધા હતા. બાદમાં લાલજીભાઇના પેન્ટના ખિસ્સામાં રહેતા રોકડ રકમ, 1 મોબાઇલ, સોનાની બુટી, સાદો મોબાઇલ ફોન સહિતનો મુ્દામાલ લૂંટી લીધો હતો તથા લાલજીભાઇના દિકરા યોગેશને પણ આડેધડ માર મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી અને તેના ખીસ્સામાંથી રોકડ, મોબાઇલ તથા ફળીયામાં પડેલ મોટર સાયકલ મળી કુલ રૂ. 82500 નો મુદામાલ લૂંટી ગયા હતા. આ અંગે પોલીસે આ તમામ શખ્સો સામે ગુન્હો નોંધીને વધુ તપાસ રાણાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી. ડી. જાદવે હાથ ધરી છે.

ઉલ્લેખનીય છેકે, વનાણા ટોલનાકા નજીક ચોરીનો બનાવ બન્યો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું છેકે, આ ગેંગ ટોલનાકા પાસે પણ ચોરીમાં સામેલ છે. આ પરપ્રાંતીય ગેંગ સક્રિય બની છે. અને અન્ય જિલ્લાઓ માં પણ આ રીતે ગુન્હા આચાર્યા હશે ત્યારે પોલીસે ગેંગને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે પરંતુ હજુસુધી આ પરપ્રાંતીય ગેંગ ને ઝડપી શકી નથી. હજુ આ ગેંગના આરોપીઓ અન્ય સ્થળે ગુન્હા આચરવાની ફિરાકમાં હોય શકે છે ત્યારે પોલીસે અન્ય સોર્સિસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા ફિફા ખાંડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...