ગૌરવ:વિશ્વભરના ગુજરાતી ગાયકોની સ્પર્ધામાં પોરબંદરના યુવાને પ્રથમ ક્રમ મેળવ્યો

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વના વિવિધ દેશોમાંથી 1000 થી વધુ ગુજરાતી ગાયક સ્પર્ધકોમાંથી પોરબંદરના યુવાને મેદાન માર્યું

કોરોના લોકડાઉન દરમ્યાન મ્યુઝીક કંપની અને એનજીઓ દ્વારા વિશ્વભર ના ગુજરાતીઓ માટે ગાયન સ્પર્ધા સુર ગુજરાત કે નું આયોજન કર્યું હતું જેમાં પોરબંદરના યુવાને મેદાન મારી પ્રથમ ક્રમે વિજેતા થયો છે.કોરોના ના લોકડાઉન દરમિયાન જાણીતી મ્યુઝીક અને ફિલ્મ કંપની તથા ગીવ વાચા ફાઉન્ડેશન એનજીઓ દ્વારા વિશ્વભર ના ગુજરાતી ગાયકો માટેની સ્પર્ધા ”સુર ગુજરાત કે” સીઝન 2 નું આયોજન કર્યું હતું. આ સ્પર્ધા માં ગુજરાતના તેમજ વિશ્વના વિવિધ દેશોમાં વસતા બાળકો થઈ માંડીને 50 વર્ષ ના 1000 થી વધુ ગુજરાતી ગાયકો એ સ્પર્ધાના સિનીયર તેમજ જુનીયર વિભાગમાં ભાગ લીધો હતો.

વિશ્વ લેવલે વર્ચ્યુઅલ ઓનલાઈન વિડિઓ કોમ્પિટિશનમાં 5 રાઉન્ડ હતા. જેમાં સેમી ફાઈનલ માં ગુજરાતી ગરબા અને ફાઈનલ માં ફક્ત ગુજરાતી ગીતો જ ગાવાના હતા. ફાઈનલ રાઉન્ડ માં મેન્ટર અને જજ ડો. કૃપેશ ઠક્કર ના ગુજરાતી ગીતો ગાઈ આ ગાયકો એ વિશ્વભરના ગુજરાતીઓની પ્રસંશા મેળવી હતી. જેમાં પોરબંદર ના પ્રણય રાવલએ કૃષ્ણ ભક્તિ ગીત “ ક્યાં છે કાના...આ કેવી કરામત, મધુરાષ્ટકમ” ગીત ગાઈ પ્રથમ સ્થાન મેળવી પોરબંદર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે

વ્યવસાયે સિવિલ એન્જીનીયર એવા પ્રણય પ્રથમ ક્રમે વિજેતા બનતા નગરજનો એ અભિનંદન પાઠવ્યા હતા. આગામી સમયમાં પ્રણયને કચ્છ ખાતેના સમારંભમાં એવોર્ડ સાથે સન્માનિત કરાશે. 2 વર્ષ પહેલા ગાંધીનગર ખાતે પોરબંદરના પ્રણય રાવલે 24 કલાક સુધી કિશોરકુમારના ગીત ગાઈ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં રેકોર્ડ બનાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...