આપઘાત:પોરબંદરના સીમાણી ગામે પરપ્રાંતિય યુવતિએ ગળેફાંસો ખાધો

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અગમ્ય કારણોસર પગલું ભરી લેતા અરેરાટી

પોરબંદર જિલ્લાના સીમાણી ગામે એક પરપ્રાંતિય યુવતિએ અગમ્ય કારણોસર લીમડાના ઝાડ સાથે ગળાફાંસો ખાઇ લેતા તેમનું દુ:ખદ મોત નિપજયું હતું.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર જિલ્લાના સીમાણી ગામે વાડીમાં મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર ગામના રહેવાસી અને મજૂરી કામ કરતા જેરામભાઇ મહેડાની 16 વર્ષીય પુત્રીએ કોઇ અગમ્ય કારણોસર લીમડાના ઝાડ ઉપર દુપટા વડે ગળાફાંસો ખાઇ લેતા તેમનું દુ:ખદ મોત નિપજયું હતું.

આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ બગવદર પોલીસ સ્ટેશનના PSI એચ. સી. ગોહીલે હાથ ધરી છે. અત્રે નોંધનીય છેકે, જિલ્લાભરમાં આત્મ હત્યાની ઘટનાઓ વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...