હુકમ:માર મારવાના કેસમાં આરોપીએ પાસપોર્ટ જમા ન કરાવતા 2 લાખ ખાલસા કરવા કોર્ટે હુકમ કર્યો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાસપોર્ટ છોડાવતી વખતે રૂપિયા જમા કરાવેલા હતા

માર મારવાના કેસમાં પાસપોર્ટ જમા ન કરાવતા 2 લાખ ખાલસા કરવા કોર્ટે હુકમ કર્યો છે. બનાવની વિગત મુજબ પ્રતાપ મેરામણ ઓડેદરા દ્વારા તેને માર મારવા પોલીસમાં ફરિયાદ કરેલ હતી જે અન્વયે પોલીસ દ્વારા ગજરાજીસંહ કાના રાણાવાયાની ધ૨પકડ કરી કોર્ટમાં ૨જુ ક૨તા કોર્ટ દ્વા૨ા હુકમ કરીને પો૨બંદ૨ની કોર્ટમાં પાસપોર્ટ જમાં કરાવવાનો હુકમ કરેલો હતો. આરોપી દ્વારા પાસપોર્ટ જમાં પણ કરાવેલો હોય અને ત્યારબાદ વિદેશ જવા માટે પાસપોર્ટ ૫૨ત માંગતા કોર્ટ દ્વારા 3 મહીના માટે પાસપોર્ટ પરત આપતા અને ત્યારબાદ ફરીથી પોરબંદરની કોર્ટમાં પાસપોર્ટ જમાં કરાવવાનો હતો. પરંતુ કોર્ટના હુકમનું પાલન ન કરીને પાસપોર્ટ જમાં ન કરાવતા પ્રતાપ દ્વારા એડવોકેટ મા૨ફતે જામીન રદ ક૨વા માટે કોર્ટમાં અરજી આપતા નીચેની કોર્ટે તે અ૨જી નામંજુર કરેલી હતી.

તેથી પ્રતાપ ઓડેદરા દ્વારા એડવોકેટ ભરતભાઈ લાખાણી મા૨ફતે ડીસ્ટ્રીકટ કોર્ટમાં નીચેની કોર્ટના હુકમને પડકારતા ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વા૨ા કેસની ગંભીરતા ધ્યાને લઈ તાત્કાલીક હીયરીંગ કરી અને એડવોકેટ ભરતભાઈ ની દલીલો મુજબ પાસપોર્ટ જમાં ન કરાવી અને વારંવાર વિદેશ ગયેલા હોય અને કોર્ટમાં પણ હાજર રહેલા હોવાછતાં જાણીબુજીને હુકમનું પાલન કરેલ ન હોય તેથી જામીન રદ ક૨વા દલીલ કરતા કોર્ટ દ્વા૨ા ગજરાજીસંહ દ્રારા હુકમનું પાલન કરેલ ન હોવાનુ માની તેઓએ પાસપોર્ટ છોડાવતી વખતે રૂા. બે લાખ કોર્ટમાં જમાં કરાવેલા હતા તે ખાલસા ક૨વાનો હુકમ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...