આગ:ઓડદર રોડ પર બપોરે ઝાડી- ઝાંખરાઓમાં ફરી આગ લાગી

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 કલાક પાણીનો મારો ચલાવ્યાની જહેમત બાદ આગ કાબુમાં આવી

ઓડદર રોડ પર ઝાડી ઝંખરામાં ફરી એક વખત આગ લાગવાનો બનાવ સામે આવતા ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.ઓડદર રોડ પરના ઝાડી ઝાંખરાઓમાં અવાર નવાર આગ લાગવાના બનાવ સામે આવે છે ત્યારે બપોરે 3: 45 કલાકના અરસામાં ઓડદર રોડ પર આવેલ એક ખાનગી સ્કૂલ સામેના વિસ્તારમાં ઝાડીઓમા આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડને જણાવવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાકીદે ઘટના સ્થળે પહોંચી હતી

અને આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે 1 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગના બનાવથી ઝાડી ઝાંખરા તથા કેટલાક વૃક્ષોને નુકશાન થયું હોવાનું જાણવા મળે છે. આગ શા કારણે લાગી છે તે અંગેનું કારણ હજુ જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...