તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:કોરોનાને પગલે મૃત્યુ પછીની ક્રિયામાં લોકો એકઠા ન થાય, ફોટા શેર ન કરે

પોરબંદર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના કરતા તેનો ડર વધુ ભયજનક બની રહ્યો છે
 • પોરબંદર ખારવા સમાજ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી

પોરબંદર ખારવા સમાજ દ્વારા સમાજના લોકોને અપીલ કરાઈ છે કે કોરોના સંક્રમણને પગલે મૃત્યુ પછીની ક્રિયામાં વધુ લોકોએ એકઠા ન થવું જોઈએ. પોરબંદર ખારવા સમાજના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ દ્વારા જાણ કરવામા આવી છે કે, હાલમા કોરોના વાયરસને કારણે જીલ્લાની હાલત ખુબ જ ગંભીર છે અને મોટી સંખ્યામા લોકો મૃત્યુ પામી રહ્યા છે.

પ્રજા એ પણ જાગૃત થવાની જરૂર છે. માટે પોરબંદર ખારવા સમાજ દ્વારા ખારવા સમાજ ના લોકો ને નમ્ર વિનંતી કરવામા આવી છે કે, કોરોના વાયરસ ને કારણે જે લોકોનુ મૃત્યુ થયેલ હોય તેવા લોકોની મૃત્યુ પછીની ક્રિયાઓ જેમ કે, પાણી પીવડાવવુ, ઉઠમણુ, દારો, માર જેવી ઘણી-બધી ક્રિયાઓમા લોકો એ ભેગુ થવુ ન જોઈએ, ત્યાં ભેગા થવાથી અનેક લોકોને કોરોનાનો ચેપ લાગી શકે છે અને તેઓનુ પણ મૃત્યુ થઈ શકે છે. માટે આ બધી ક્રિયાઓ કોરોના વાયરસનુ સંક્રમણ ઓછુ થાય ત્યારબાદ કરવી જોઈએ. લોક હીત માટે અને માનવના અમુલ્ય જીવન માટે પોરબંદર ખારવા સમાજ દ્વારા નમ્ર વિનંતી કરવામા આવી છે.

આ ઉપરાંત ખારવા સમાજ દ્વારા જાણ કરવામા આવી છે કે, હાલમા કોરોના વાયરસને કારણે ઘણા-બધા લોકો ના મૃત્યુ થઈ રહયા છે. અને લોકો મૃતકો ના ફોટાઓ સોશિયલ મીડીયામા મુકી રહ્યા છે જેને કારણે લોકોમા ડરનો માહોલ ઉભો થઈ રહ્યો છે. અને ડર તે કોરોના વાયરસ કરતા પણ વધુ ભયજનક છે, માટે લોકો એ આવા ફોટાઓ સોશિયલ મીડીયા મા ન મુકવા જોઈએ, પરંતુ બધા ને મદદરૂપ થાય, હિમ્મત મળે તેવી વિગતો, સુચનો, અને ફોટાઓ મુકવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો