ધરપકડ:રાણાવાવ પંથકમાં સોસાયટી અને મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

પોરબંદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોલ્ડન સોસાયટી તથા મંદિર માંથી ચોરી
  • એલસીબીએ પરપ્રાંતીય 2 શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી લીધા

રાણાવાવ જામનગર ટી-પોઇન્ટ કોર્નર પર વાડીએ રહેતા મીરાજભાઇ રમેશભાઇ ચમ નામના યુવાને તા. 20/10 રોજ ફરીયાદ કરી હતી જેમાં તેમના ખેતરના વંડામાં પ્રવેશ કરી કોઈ શખ્સોએ મકાનની બાજુમાં આવેલ કુળદેવી ખોડીયાર માતાજીના મંદિરમા પ્રવેશ કરી, માતાજીને ચડાવેલ સોનાનો મુગટ, ગળાનો હાર, નાકની નથળી સહિત 6 તોલાના સોનાના દાગીના તથા ચાંદીનો કળશ મળી કુલ કિ.રૂા. 1,50,500ના મુદ્દામાલની તસ્કર ચોરી કરી લઇ ગયા હતા.

આ ઉપરાંત તા . 21/10ના રોજ પીપળીયા રોડ પર ગોલ્ડન સોસાયટીમાં રહેતા દાસાભાઇ ધુંધાભાઇ ચાવડાએ ફરીયાદ કરી હતી જેમાં તેમનું મકાનનું તાળુ તોડી, મકાનની અંદર કબાટમાં રાખેલ સોનાનો ચેઇન, વીંટી નંગ 3 સહિત કુલ રૂ. 45,000નો મુદ્દામાલ તેમજ દિનેશભાઇ ખીમજીભાઇ શીયાણીનું રૂ. 30 હજારનું બાઇક કોઈ તસ્કર ચોરી કરી ગયા હતા.

અને ભુરાભાઇ ટુકડીયાના બંધ મકાનના તાળા તોડવાની કોશીષ કરી હતી. આ ચોરીનો ભેદ ઉકેલવા એલસીબી પીઆઇ એચ.કે. શ્રીમાળીની રાહબરી હેઠળ ટીમે બંન્ને ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને ચોક્કસ બાતમીના આધારે રાણાવાવ બાયપાસ પાસે તપાસ હાથ ધરી મૂળ મધ્યપ્રદેશના બુટસિંગ ઉર્ફે બીટ ભાવસિંગ બઘેલ અને કરણ ઉર્ફે રણસિંગ કમરૂ બઘેલને ઝડપી લીધા હતા.

​​​​​​​ અને ગોલ્ડન સોસાયટીમાંથી ચોરીમાં થયેલ સોનાનો ચેઇન, મંદીર માંથી ચોરીમાં થયેલ સોનાની નથળી તેમજ અંગજડતી માંથી મળી આવેલ મોબાઇલ ફોન કબ્જે કરી આગળની તપાસ માટે રાણાવાવ પોલીસ મથકને સોંપી દીધા હતા. ઉલ્લેખનીય છેકે, આ ચોરીના ગુન્હામાં અન્ય 2 આરોપી પણ સંડોવાયેલ છે અને હાલ એ બન્ને આરોપી મધ્યપ્રદેશના જોબટ જેલમાં હોવાનું પોલીસે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...