તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પોરબંદરમાં ટ્રાફિક પોલીસે 5 લાખનો દંડ વસૂલ્યો

પોરબંદર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટ્રાફિકના નિયમોના ભંગ કરનારા પાસેથી રૂપિયા 2 લાખ અને માસ્ક ન પહેરનાર પાસેથી રૂપિયા 3 વસૂલવામાં આવ્યા

પોરબંદર ટ્રાફિક પોલીસના જવાનોએ શહેરમાં ગત નવેમ્બર માસ દરમ્યાન ટ્રાફિક નિયમોના ભંગ કરનારાઓ પાસેથી અને માસ્ક ન પહેરનારાઓ પાસેથી એમ બે છેડે દંડનાત્મક કામગીરી કરીને કુલ રૂ.૫,૭૨,૯૦૦ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. નાના એવા પોરબંદર શહેરમાં આમ તો મુખ્ય બે જ માર્ગો ટ્રાફિકથી ધમધમતા રહે છે પરંતુ તેમ છતાં સમયની સાથે સાથે શહેરના તમામ માર્ગો પર વાહનો વધી જતા ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઇ રહી છે.

ટ્રાફિકની સમસ્યાઓ સર્જતા આ સમસ્યાને કાબૂ કરવા પોરબંદર ટ્રાફિક પોલીસે ગત નવેમ્બર માસ દરમ્યાન શહેરના જાહેર માર્ગો પર ટ્રાફિક નિયમોના ભંગ કરનારા કુલ ૫૮૫ જેટલા વાહન ચાલકો પાસેથી કુલ રૂ.૨,૩૩,૯૦૦/- નો દંડ વસૂલ્યો હતો અને બીજા છેડે હાલ ચાલી રહેલ કોરોના મહામારીનું સંક્રમણ ન ફેલાઇ તે માટે ફરજીયાત માસ્ક પહેરવાનો નિયમ હોવા છતાં આવા નિયમોનો ઉલાળીયો કરી, માસ્ક ન પહેરીને કોરોના મહામરીનું સંક્રમણ ફેલાઇ તેવું બેજવાબદારી ભર્યુ કૃત્ય કરનારા કુલ ૩૩૯ વ્યક્તિઓ પાસેથી કુલ રૂ.૩,૩૯,૦૦૦/- નો દંડ વસૂલ કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

શું કહે છે અધિકારી ?
માસ્ક ન પહેરનારા પાસેથી દંડ વસૂલીને પહોંચ આપ્યા બાદ માસ્ક પહેરવા માટે સમજાવવામાં આવે છે છતાં પણ લોકો બેદરકાર બનીને વારંવાર માસ્ક ન પહેરી દંડાઇ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. > એ.એચ.સોવટ, ટ્રાફિક પીએસઆઇ, પોરબંદર

શું કહે છે પ્રજા ?
માસ્ક પહેરવાનો નિયમ ફરજીયાત કરવામાં આવ્યો છે પરંતુ માસ્ક સતત પહેરી રાખવું મુશ્કેલ બની રહ્યુ છે, ખાસ કરીને સવારે કામકાજ માટે ઘરેથી નીકળ્યા બાદ ૧૦ કલાક સુધી બજારમાં ધંધાના સ્થળ પર એકી સાથે ૧૦-૧૦ કલાક રહેવાનું ત્યારે સતત માસ્ક પહેરવું દુષ્કર બની જાય છે. કોરોના મહામારીમાં માસ્ક પહેરવું જરૂરી છે પણ તેમ છતાં આટલા લાંબા સમયમાં ક્યારેક માસ્ક કાઢી નાખવાનું મન થાય છે. > જયભાઇ થાનકી, સ્થાનિક, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો