વણકર સમાજ વિધાર્થી ભવન ખાતે સમગ્ર જિલ્લાના ત્રણે તાલુકા અને દરેક ગામના અનુસૂચિત જાતિના પ્રતિનિધિ પ્રબુદ્ધજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજની એકતા અખંડિતતા અને 21મી સદીમાં સમાજની દિશા અને દશા નક્કી કરવાના ઉદેશ્યથી ડીવાયએસપી ભરત પેટલના હસ્તે નામકરણ સમસ્ત અનુસૂચિત જાતિ સુપ્રીમ કાઉન્સીલ પોરબંદર જિલ્લો ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
ઉદ્યોગનગર પોલીસ મથકના પીએસઆઇ એસ.એ.સોલંકીએ નારી સમાજ કન્યા કેળવણી પર ધ્યાન આપે તેવી અપીલ કરી હતી. કાર્યક્રમને અનુરૂપ સમાજની એકતા, કુરિવાજો અને અંધશ્રદ્ધા નાબુદી માટે ઘણા વક્તાઓએ ધારદાર વક્તવ્ય આપ્યા હતા.
વરણી મુજબ પ્રમુખ તરીકે નારણભાઈ પી ચાંચીયા, ઉપપ્રમુખ કેશુભાઇ એચ સાદિયા, કારાભાઈ એલ વિંઝુડા, મહામંત્રી પ્રો.ડો. એમ.એન.વાઘેલા, કિશન એચ. રાઠોડ,ગૌતમભાઈ જી. મારુ, મંત્રી ભરતભાઈ વી. શીંગરખીયા, વાઘજીભાઈ બી.માવદિયા, દિનેશભાઇ એમ ચુડાસમા, રામભાઈ મારુ સહિત સહમંત્રી, ખજાનચી, સલાહકાર સમિતિ, સમાધાનપંચ સમીતીના હોદેદારોની વરણી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.