તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • In Porbandar, The Property Of 3 Non tax Payers Was Sealed And Strict Action Was Taken. The Property Was Sealed As More Than One Lakh Tax Was Due.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પોરબંદરમાં વેરો ન ભરનારા 3 આસામીની મિલકત સીલ કરી કડક કાર્યવાહી હાથ ધરી, એક એક લાખથી વધુનો વેરો બાકી હોવાથી મિલકત સીલ કરી દેવામાં આવી

પોરબંદર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પોરબંદર શહેરમાં મિલકત વેરો ન ભરનાર 3 આસામીઓ સામે પાલિકાએ લાલઆંખ કરી 3 મિલકતો સીલ કરવામાં આવી છે.પોરબંદર છાયા પાલિકાને છેલ્લા ત્રણેક વર્ષથી મિલકત વેરો ન ભરનાર સામે પાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. ચીફ ઓફિસર હેમંત પટેલના માર્ગદર્શન હેઠળ હાઉસટેક્સ વિભાગ દ્વારા મિલકત વેરો ન ભરનાર આસામીઓને છેલ્લા 15 દિવસમાં 1000થી વધુ નોટિસ પાઠવાઈ છે. અને તહેવાર દરમ્યાન પાલિકા તંત્ર દ્વારા લાલ આંખ કરી

મિલકત વેરો ન ભરનાર પ્રાણલાલ હીરાચંદના રૂ. 1.08 લાખ, સુંદરજી કલ્યાણજીના રૂ. 1.08 લાખ અને લખનવની રિપ્તી નિધિ લિમિટેડ કંપનીના રૂ. 1.03 લાખનો વેરો લાંબા સમયથી બાકી હોવાથી ત્રણેય ધારકોની મિલકત સીલ કરી છે. હાઉસટેક્સ વિભાગના અધિકારી સુરેશભાઈ શિયાળએ એવું જણાવ્યું હતું કે આગામી સમયમાં લાભપાચમ બાદ જે મિલકત ધારકોએ લાંબા સમયથી વેરો નહિ ભર્યો હોઈ અને નોટિસ આપવા છતાં વેરો નથી ભર્યો તેવા ધારકોની મિલકત સીલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો