તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:પોરબંદરમાં ચૂંટણીને ધ્યાને લઇ પોલીસે કર્યું સઘન પેટ્રોલીંગ

પોરબંદર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સંવેદનશીલ વિસ્તારોમાં પગપાળા પોલીસ પહોંચી

પોરબંદરમાં ચુંટણી અનુસંધાને પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરીને સંવેદનશીલ વિસ્તારોમાં પગપાળા પોલીસ ચાલી હતી.શહેર અને જીલ્લામાં આગામી ચુંટણી-૨૦૨૧ અનુસંધાને પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવીમોહન સૈનીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો દ્વારા શહેર અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુચારૂં જળવાય રહે તે માટે શહેરના તમામ પોલીસ સ્ટેશનોના વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે.

પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.સી. કોઠીયા ના માર્ગદર્શન મુજબ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એલ.આહિર તથા ડી-સ્ટાફ પીએસઆઇ આર.એલ. મકવાણા તથા કીર્તિમંદિર પોલીસ સ્ટાફના જવાનોએ પગપાળા નીકળીને કીર્તિમંદિરના વિસ્તારોમાં ફૂટ પેટ્રલીંગ કર્યુ હતુ અને દેશી-વિદેશી દારૂના ગુનાઓ બલદ કેસો દાખલ કરવામાં આવ્યા હતા. શહેરમાં આગામી નગરપાલીકાની ચુંટણી દરમ્યાન કાયદો વ્યવસ્થા સુચારૂં જળવાય રહે તે માટે પોલીસ જવાનોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો