ઓફિસર સમક્ષ રજૂઆત:પોરબંદરમાં પાલિકા ટીમ લારી હટાવવા પહોંચી, ધંધાર્થીઓએ વિરોધ નોંધાવ્યો

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લારી ધારકોએ ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી : વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવશે

પોરબંદરમાં પાલિકા ટીમ લારી ધારકોને હટાવવા પહોંચી હતી ત્યારે લારી ધારકોએ વિરોધ નોંધાવી ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરતા હાલ પૂરતી દબાણ હટાવ કામગીરી મોકૂફ રખાય છે. પોરબંદરના એસટી બસ સ્ટેશન સામે નાગર્જુન પાર્ક સામેના વિસ્તારમાં ચાઈનીઝ નોનવેજ લારી કેબિન ધારકો ઉભે છે. આજે શુક્રવારે પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કેબિન ધારકોને અહીંથી કેબિન હટાવી સ્ટેટ લાયબ્રેરી નજીક રાખવા જણાવ્યું હતું.

જેથી લારી ધારકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. અને પાલિકા કચેરી ખાતે દોડી ગયા હતા તેમજ ચીફ ઓફિસર દવે સમક્ષ રજૂઆત કરી હતી. લારી ધારકોએ જણાવ્યું હતુંકે, સ્ટેટ લાયબ્રેરી પાસે સ્મશાનભૂમિ અને કબ્રસ્તાન રોડ આવેલ છે. અહીં લારી ઉભી રાખવી શક્ય નથી. વળી, અહીં રહેતા વિવિધ સમાજ દ્વારા લારી ઉભી ન રાખવી જોઈએ તેવા આવેદન પાઠવેલા છે.

પાલિકા પાસે સ્ટાફ નથી અને કમિટી નથી. ચાઈનીઝ નોનવેજ લારી ધારકોને હેરાન કરવાનું બંધ કરી શહેરમાં ગેર કાયદેસર બાંધકામ દૂર કરવા જોઈએ તેવી ઉગ્ર રજુઆત કરી હતી અને આ અંગે અગાવ રજુઆત કરેલ ફાઇલ ચેક કરવા જણાવ્યું હતું જેથી ચીફ ઓફિસરે કેબિન ધારકોની વ્યથા સાંભળી પાલિકા ટીમને પરત બોલાવી હતી.

હાલ પૂરતું દબાણ હટાવ કામગીરી મોકૂફ રાખી ચીફ ઓફિસરે જણાવ્યું હતુંકે, કોઈ પણ લારી કેબિન ધારકોને હેરાન કરવાનો પાલિકાનો ઈરાદો નથી. વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવશે. રોજીરોટી છીનવી લેવામાં નહિ આવે તેમજ રજુઆત ફાઇલ ચેક કરી તપાસ કરી કામગીરી અંગે નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...