લોકડાઉન 4:પોરબંદરમાં લાઇટ બીલના પૈસા બાબતે પાડોશી બાખડ્યા, લાકડાના ધોકા વડે મારામારી કરી

પોરબંદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના મેમણવાડામાં રહેતા ઇબ્રાહીમ હુસેન સમાએ પડોશમાં રહેતા અસ્પાક મહમદભાઇ સમાને પોતાના ઘરેથી લાઇટનો છેડો દીધેલો હોય, જે બાબતે પૈસાની લેતી-દેતી બાબતે મનદુઃખ થતા અસ્પાક મહમદ સમાએ ગાળો કાઢી, માથામાં કાચની બોટલ મારી, લાકડાના ધોકા વડે માર મારવાની ફરીયાદ ઇબ્રાહીમ હુસેને નોંધાવી છે. જ્યારે ઇબ્રાહીમ હુસેને ગાળો કાઢી, લાકડાના ધોકા વડે માર મારવાની ફરીયાદ અસ્પાક મહમદભાઇએ કરતા પોલીસે સામસામી ફરીયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...