વિશ્વવિભૂતિ ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતિ નિમિતે પોરબંદર જિલ્લામાં પુષ્પાંજલિ અર્પણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં આદિત્યાણા ડંકી વિસ્તારના અનુસૂચિત જાતિના આગેવાનો, યુવાનો અને સામાજિક કાર્યકર્તાઓએ બાબસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પોરબંદરમાં રેલી સ્વરૂપે આવેલા યુવાનોએ નવા ફુવારા પાસે આવેલ ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી. જેમાં બાબુભાઇ પાંડાવદરા, સુમનભાઈ ચાવડા, મગનભાઈ ચાવડા, માલદે ભાઈ શિંગરખિયા, ખોડાભાઇ શિંગરાખીયા, બિપિન ભાઈ શિંગરખિયા,રમેશભાઈ સાદિયા સહિત બહોળી સંખ્યામાં યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ એન.પી. રાઠોડ, આર.આર.રામાવત, અભિનંદનપાલ મૌર્ય, અનિલાબેન, પ્રજ્ઞાબેન ઉપસ્થિત રહી બાબસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જ્યારે વણકર સમાજ ના આગેવાનો અને યુવાનોએ બાબસાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઇ ઓડેદરા, અતુલભાઈ કારીયા સહિતના કોંગ્રી આગેવાનોએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.