તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદરના વાડિયા રોડ પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો છે. સોમવારે બપોરના સમયે થયેલા આ અકસ્માતના શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, રોડની સાઈડમાં ઉભેલી કાર વળાંક ટર્ન લેવા જાય છે અને આ સમયે બેફામ સ્પીડમાં આવતી બાઈક પહોંચી જાય છે. આ સાથે જ જોરદાર ટક્કર થાય છે અને બાઈકમાં સવાર બન્ને યુવક ઉલળી જાય છે. એક યુવક આખેઆખી કાર કૂદી જાય છે, જ્યારે બીજો યુવક ઉલળીને બોનેટ પરથી પટકાય છે. આ અકસ્માતમાં બન્ને યુવક ઈજાગ્રસ્ત થાય છે. અકસ્માત બાદ તરત જ લોકોનાં ટોળાં એકત્ર થઈ જાય છે. આ તરફ કમલાબાગ પોલીસે CCTV ફૂટેજને આધારે કાયદેસરની કાર્યવાહી કરી છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.