તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પોરબંદરમાં ભરણપોષણના કેસમાં રૂપિયા ન ભરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવ માસથી સજાનું વોરન્ટ ઇશ્યુ થયું હતું, સજાથી બચવા આરોપી વોન્ટેડ હતો

પોરબંદરમાં ભરણપોષણના કેસમાં રૂપિયા નહિ ભરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે. નવ માસથી સજાનું વોરન્ટ ઇસ્યુ થયું હતું પરંતુ સજાથી બચવા આરોપી વોન્ટેડ થયો હતો.

પોરબંદર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સબબ ગુન્હેગારો પર કડક કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક દ્વારા સુચના અન્વયે એક ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એલ.આહિર માર્ગદર્શન હેઠળ જુનાગઢ ફેમિલી કોર્ટના મેજિસ્ટ્રેટ દ્વારા ભરણપોષણની રકમ રૂ. 50,500 સમયસર જમા નહીં કરાવનાર આરોપી ઓસમાન આમદ ઉઠાર રહે. ઠક્કર પ્લોટ, પોરબંદર વાળાને નવ માસની સજાનું વોરન્ટ ઇસ્યુ કરેલ હોય જેથી હનુમાનગુફા પોલીસ ચોકીના પીએસઆઇ દ્વારા જરૂરી વોચ ગોઠવી આજદિન સુધી સજાથી બચવા નાસતો ફરતો આરોપી ઓસમાનને શોધી કાઢી પોરબંદર જિલ્લા જેલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી એક નિર્બળ અબળાને ન્યાય અપાવવા પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા પગલાં લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો