પુરવઠા શાખાનો સપાટો:પોરબંદરમાં પુરવઠા શાખાની ટીમે રેસ્ટોરન્ટ અને ડાઇનિંગ હોલમાંથી એક ડઝનથી પણ વધુ ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડર જપ્ત કર્યા

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડરનો ભાવ અને ડાઇનિંગ હોલમા વપરાતા સિલિન્ડરના ભાવ અલગ અલગ હોય છે

પોરબંદર શહેર ખાતે મામલતદાર પોરબંદર શહેર અને પુરવઠા શાખાની ટીમ દ્વારા શહેરના વિવિધ ખાણીપીણીની લારીઓ અને રેસ્ટોરન્ટ ખાતેથી ઘર વપરાસ માટે વપરાતા ગેસના સીલિંડર ઝપ્ત કરી રેસ્ટોરન્ટ ધારકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેર મામલતદાર તથા પુરવઠા ટીમે શહેરના વિવિધ ડાઇનિંગ હોલ, રેસ્ટોરન્ટ ખાતે વપરાતા ઘરગથ્થુ વપરાસના સસ્તી કિમતના ગેસ સીલીન્ડર અંગે વિવિધ સ્થળોએ તપાસ કરી હતી. જેમા ઢોસા હાઉસ, હિંગળાજ ડાઇનિંગ હોલ, અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ,ગોકુલ ડાઇનિંગ હોલ,કસુંબો રેસ્ટોરન્ટ, કંસાર રેસ્ટોરન્ટ,આશાપુરા રેસ્ટોરન્ટ પીઝા પ્લાનેટ, શ્રી પાર્સલ પોઈન્ટ, હેલ્ધી ફૂડ રેસ્ટોરન્ટ વગેરે સ્થળ પર રેસ્ટોરન્ટ ખાતે ઉપયોગમાં લેવાતા ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડર અંગે દરોડા પાડવામાં આવ્યા.

જે પૈકી હિંગળાજ ડાઇનિંગ હોલ, અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ, કસુંબો રેસ્ટોરન્ટ, પીઝા પ્લાનેટ, શ્રી પાર્સલ પોઈન્ટ અને હેલ્ધી ફૂડ રેસ્ટોરન્ટ ખાતેથી કુલ એક ડઝનથી પણ વધુ ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડર સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડરનો ભાવ અને ડાઇનિંગ હોલમા વપરાતા ગેસ સિલિન્ડરના ભાવ અલગ અલગ હોય છે. ઘરગથ્થુ વપરાશમા વપરાતમા ગેસ સીલીન્ડર સસ્તા હોવાથી ડાઇનિંગ હોલ, રેસ્ટોરન્ટ ધારકો આ સીલીન્ડર વાપરતા હોવાથી મામલતદારે સિલિંન્ડર સીઝ કરીને ધોરણસરની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...