તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:પોરબંદરમાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 30 માર્ચથી શરૂ થશે

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 9 દિવસ સુધી ચાલનારી આ પરીક્ષામાં 863 પ્રયોગો લેવાશે

પોરબંદરમાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા તા. 30થી શરૂ થશે જેમાં 9 દિવસ સુધી ચાલનારી આ પરીક્ષામાં 863 પ્રયોગો લેવાશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સૂચના મુજબ પોરબંદર જિલ્લાના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા આગામી તા. 30 માર્ચથી પોરબંદર ખાતે યોજશે. આ પરીક્ષા પોરબંદરના નવયુગ વિદ્યાલય ખાતે યોજવામાં આવશે. પરીક્ષા 9 દિવસ સુધી ચાલશે. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ 2 સ્લોટમાં પરીક્ષા આપશે.

સવારે 10 થી 1 અને બપોરે 2 થી 5 પરીક્ષા યોજશે જેમાં 863 પ્રયોગો લેવાશે. 331 રાસાયણ વિજ્ઞાન, 331 ભૌતિક વિજ્ઞાન અને 201 જીવ વિજ્ઞાન ના પ્રયોગો લેવાશે. આ પરીક્ષા માટે બોર્ડની સૂચના મુજબ તજજ્ઞો અને સ્થળ સંચાલકોની મિટિંગ પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે યોજાઈ હતી. અને યોગ્ય માર્ગદર્શન અપાયું હતું.

પરીક્ષામાં કોરોના વાયરસનો ચેપ વિધાર્થીઓને ન લાગે તે માટે માસ્ક, સેનિટાઈઝર સહિતની સુવિધા તેમજ વિધાર્થીઓને સામાજિક અંતર જાળવી પરીક્ષામાં બેસાડી કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે પરીક્ષા યોજશે તેવું ઝોનલ અધિકારી સંદીપ સોનીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો