હડતાળનું એલાન:પોરબંદરમાં એસટી કર્મીઓએ ઘંટનાદ બાદ સુત્રોચ્ચાર કર્યા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

એસટી ના પડતર પ્રશ્નોના નિરાકરણ ની માંગ સાથે પોરબંદર એસટી કર્મીઓએ ઘંટનાદ સાથે સુત્રોચાર કર્યા હતા. જો પડતર પ્રશ્નો નું નિરાકરણ નહિ થાય તો પોરબંદર એસટીના તમામ 350 કર્મી હડતાલ પર ઉતરી જશે અને આજે રાત્રે 12 વાગ્યાથી એસટી બસના પૈડા થંભી જશે તેવું જણાવ્યું છે. એસટી વિભાગના કામદારોના કુલ 18 જેટલા પડતર પ્રશ્નોના લાંબા સમયથી નિરાકરણ ન થતા પોરબંદરમાં એસટી કામદારો દ્વારા મંગળવારે એસટીના પટાંગણમાં કર્મચારીઓએ એકઠા થઇ ઘંટનાદ સાથે સુત્રોચાર કર્યા હતા. અને પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી છે.

કર્મીઓએ જણાવ્યું હતું કે વિવિધ પડતર માંગણીઓ ને લઈને હાલ એસ.ટી. નિગમ માં કર્મચારીઓ ની સંકલન સમિતિ દ્વારા રાજ્ય વ્યાપી આંદોલન ચાલી રહ્યુ છે ત્યારે પોરબંદર ડેપોની સંકલન સમિતિ ના આગેવાનો તથા કર્મચારીઓ આંદોલનમાં જોડાયા છે. જો કર્મચારીઓની માંગણીઓ સંતોષવા માં નહીં આવે તો આજે તા. 20/10ના મધરાત્રિથી પોરબંદર એસટીના 350 કર્મચારીઓ હડતાલ પર જશે અને એસટી બસો ના પૈડાં થંભી જશે તેવું જણાવ્યું હતું.

કેટલી બસથી કેટલા રૂટનું સંચાલન અટકશે?
હાલ પોરબંદરની એસટી ડેપો ખાતે 76 બસ છે. 76 બસથી 110 રૂટનો સમાવેશ થાય છે અને અપડાઉન 240 ટ્રીપ થાય છે. જો કર્મીઓ હડતાલ પર ઉતરે તો 110 રૂટ બંધ થશે.

અચોક્કસ મુદ્દતની હડતાલ થશે
​​​​​​​એસટી કર્મચારીઓએ જણાવ્યું હતું કે, પડતર માંગણીઓનો સુખદ અંત નહિ આવે તો એસટી બસોના પૈડા થંભી જશે. અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જશું.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...