સદ્ઉપયોગ:પોરબંદરમાં હાથલામાં પનોતી સ્વરૂપે ઉતારાયેલા ચપ્પલ જરૂરતમંદોને અપાશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાણવડના હાથલામાં શનિદેવના મંદિરે ભાવિકોએ ઉતારેલા ચપ્પલ 2,000 લોકોને મળશે

પોરબંદરની સેવાભાવી સંસ્થા દ્વારા હાથલામાં સનીદેવના જન્મ સ્થળ ખાતે એકઠા થયેલ ચપ્પલ ૨૦૦૦થી વધુ ગરીબોને વિતરણ કરવાનું આયોજન થયું છે. શનિ જયંતી પ્રસંગે અહીં હજારોની સંખ્યામાં ભક્તજનો ઊમટી પડ્યા હતા, અને પનોતી સ્વરૂપે ઉતારે ચપ્પલ સેવાભાવી સંસ્થાના બહેનોએ ગરીબોને વિતરણ કરવાનું આયોજન કર્યું છે.

પોરબંદર નજીક આવેલ હાથલા ગામ ખાતે શનિદેવના જન્મ સ્થળે શનિ જયંતી પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. શનિદેવના જન્મ સ્થળ ખાતે આવતા શ્રદ્ધાળુઓ ચપ્પલની પનોતી મૂકીને જતા હોય છે. ત્યારે ચપ્પલ જરૂરિયાતમંદ લોકોને આપવા માટે શ્રી સાઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટના બહેનો દ્વારા આયોજન કરાયું હતું. સાથોસાથ ટિફિન બેઠક યોજાઈ હતી.

આ કાર્યક્રમમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. શનિ જયંતી પ્રસંગે શનિદેવના જન્મ સ્થળ ખાતે ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી, પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જીલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી સાઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિમિષાબેન જોશી, મહામંત્રી મિનલબેન બલભદ્ર, ઉષાબેન પરમાર, દક્ષાબેન કનૈયા, રેખાબેન મહારાજ, ભાવનાબેન, માધુરીબેન, કોમલબેન, કિરણબેન, પ્રજ્ઞાબેન સહિતના બહેનોએ ભાવિકોએ પનોતી સ્વરૂપે ઉતારેલને ચપ્પલનું ગરીબોને વિતરણનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 2000થી વધુ ગરીબોને આ ચપ્પલનો લાભ આપવામાં આવશે.

સાઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી કરાઇ ચપ્પલ વિતરણની પ્રવૃતિ
હાથલા ખાતે શનિ જયંતી પ્રસંગે અહીં ટ્રેક્ટર ભરાઈ એટલા ચપ્પલ એકઠા થાય છે, ત્યારે શ્રી નાથ ચેરીટેબલ ટ્રસ્ટના બહેનો દ્વારા આ ચપ્પલ એકત્રિત કરવામાં આવે છે. અને પોરબંદર જિલ્લાના જરૂરિયાત મંદ લોકોને આ ચંપલનું વિતરણ કરવામાં આવે છે. ખાસ કરીને ખાણમાં કામ કરતા મજૂરો તેમજ ગરીબ અને જરૂરીયાતમંદ પરીવારોને વર્ષોથી આ સંસ્થાની બહેનો ચપ્પલ વિતરણ કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્થાના પ્રમુખ નિમિષાબેન જોશીના માર્ગદર્શન હેઠળ ચપ્પલ વિતરણની સેવાની પ્રવૃતિ આયોજન થયું છે.

શનિદેવના મંદિરે આવતા લોકો પનોતી ઉતારે છે
ભગવાન શનિદેવના જન્મ સ્થળ હાથલા ખાતે આમ તો આખા વર્ષ દરમિયાન ભાવિકોની ભીડ રહે છે, અને અહીં આવતા ભક્તજનો સ્નાન કરી પૂજા અર્ચના સહિતનો લ્હાવો લે છે, અહીં ભાવિકો પનોતી ઉતરતા હોવાની માન્યતા છે, ત્યારે ચપ્પલ સહિતની પનોતી અહીં ઉતારે છે. જેથી ટ્રેક્ટર ભરાય તેટલી સંખ્યામાં ચપ્પલના ઢગલા થાય છે.

અન્ય સમાચારો પણ છે...