સેવા:પોરબંદરમાં સંગીતના માધ્યમથી લંપી ગ્રસ્ત ગૌધનની સેવા કરાશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેવા માટે સંગીત સંધ્યા યોજી દાન એકત્રિત કરાશે

પોરબંદરમાં લંપી ગ્રસ્ત ગોવર્ધનના લાભાર્થે શહેરમાં આવેલ તાજાવાલા લોહાણા મહાજન વાડી ખાતે સુરેલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ઉદય કારાવદરા ચેરીટેબલ ટ્રસ્ટ એન્ડ એનિમલ વેલ્ફેર દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગથી સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્થા દ્વારા લંપી ગ્રસ્ત ગાયોની અવિરતપણે સેવા કરવામાં આવી રહી છે, આગામી તારીખ 11 સપ્ટેમ્બરના ગુજરાતના ખ્યાતનામ કલાકારોના ગ્રુપ સાથે સુરેલા સંગીત કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.

ગૌવંશની સેવા કરવાના આશયથી ફંડ એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી તારીખ 11 સપ્ટેમ્બરને રવિવારના દિવસે રાત્રે લોહાણા મહાજન તાજાવાલા વાડી ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં સંસ્થાઓ અને અગ્રણીઓને સહયોગ આપવા જણાવવામાં આવ્યું છે.

ગૌધનને પૌષ્ટિક ઔષધીયુક્ત લાડુ અપાયા
પોરબંદરની ઓડોદર ગૌશાળામાં રાષ્ટ્ર શક્તિ ગ્રુપ દ્વારા ગૌ ધનને ઔષધીયુક્ત લાડુનું ભોજન કરાવવાની સેવા પ્રવૃત્તિ યોજવામાં આવી હતી. સમગ્ર પોરબંદર જિલ્લામાં લંપી વાયરસના સંક્રમણના કારણે ગૌધનના મોત નિપજી રહ્યા છે ત્યારે ગૌવંશમાં રોગપ્રતિકારક શક્તિ વધે અને તંદુરસ્તી જળવાઈ રહે તેવા આશયથી ગૌધનને આયુર્વેદિક લાડવાનું ભોજન કરાવવાની સેવા પ્રવૃત્તિ યોજવામાં આવી હતી.

રાષ્ટ્રશક્તિ ગ્રુપ દ્વારા ઓડદર ગૌશાળા તેમજ જુરીબાગ અને ચોપાટી મેદાનમાં 300 થી વધુ ગૌધનને ઔષધીયુક્ત લાડુનું ભોજન કરાવવાની સેવા પ્રવૃત્તિ યોજવામાં આવી હતી. આ સેવા કાર્યનું આયોજન વિનેશભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગૌ પ્રેમીઓ જોડાયા હતા. આને પોતાની યથાશક્તિ યોગદાન આપ્યું હતું. રાષ્ટ્ર શક્તિ ગ્રુપ દ્વારા આયોન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...