સુરક્ષાની માગણી:પોરબંદરમાં તોફાની તત્વો ફટાકડા ફોડી કરે છે નુકસાન

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જાહેર સંપત્તિને થતું નુકસાન અટકાવવા માંગ

પોરબંદરમાં વિવિધ વિસ્તારોમાં તોફાની તત્વો જાહેરમાં ગમે તેમ ફટાકડાઓ ફોડીને જાહેર સંપત્તિને નુકશાન કરતા હોય છે. તેઓ દ્વારા કરાતા આ નુકશાનને અટકાવવા માટે એક સામાજીક કાર્યકરે તંત્રને રજૂઆત કરવામાં આવી છે.પોરબંદરમાં હાલ દિવાળીની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે. તહેવારોને લઇને લોકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પોલીસ વિભાગ દ્વારા પણ મહિલાઓની સુરક્ષાને ધ્યાને લઇને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અગાઉના વર્ષોમાં કેટલાક તોફાની તત્વો દ્વારા કચરાપેટીઓમાં ફટાકડાઓ ફોડીને તેમને નુકશાન કર્યાના બનાવો સામે આવ્યા હતા. શહેરના ચોપાટી સહિત અનેક વિસ્તારોમાં તંત્ર દ્વારા કચરાપેટીઓ મુકવામાં આવી છે ત્યારે આ વર્ષે તકેદારીના ભાગરૂપે પોરબંદરના સામાજીક કાર્યકર દિલીપભાઇ લીલાધરભાઇ મશરૂએ તંત્રને લેખીતમાં રજૂઆત કરી છે.