• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • In Porbandar, Pradhan Mantri Jan Arogya Yojana Became The Same As Sanjeev; More Than 1.69 Lakh People Were Covered Under Ayushman Yojana Insurance

'આયુષ્માન ભારત યોજના':પોરબંદરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બની સંજીવની સમાન; 1.69 લાખથી વધુ લોકોને આયુષ્માન યોજનાના વિમાથી સુરક્ષિત કરાયા

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગરીબ અને મધ્યમ પરિવારોને બિમારીના સમયે સારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે વર્ષ 2018માં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષમાન ભારત યોજના શરૂ કરાઇ હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના લાખો પરિવારોએ આયુષ્માન ભારત કાર્ડ કઢાવ્યું છે. તથા આ યોજના હેઠળ અનેક પરિવારોને વિનામૂલ્યે સારવાર મેળી છે. પોરબંદર જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના સંકલનમાં જિલ્લામાં અત્યાર સુધી 1.69 લાખથી વધુના આયુષ્માન ભારતના કાર્ડ નાગરિકોને કાઢી આપવામાં આવ્યા છે.

આ કાર્ડના માધ્યમથી જિલ્લાના અનેક પરિવારને આરોગ્ય લક્ષી સારવાર મળી છે. આમ પોરબંદર જિલ્લામાં આયુષ્માન ભારત યોજના સંજીવની સમાન બની છે. આ યોજનાના અંતર્ગત પ્રતિ વર્ષ 5 લાખ સુધીની વિનામુલ્યે સારવારમાં પ્રાથમિક, સેકન્ડરી અને ગંભીર બિમારીઓનો સમાવેશ થાય છે. યોજના સાથે જોડાયેલ પ્રાઈવેટ તેમજ સરકારી હોસ્પિટલમાં વાર્ષિક રૂપિયા 5 લાખ સુધીની કેસલેશ સારવાર પુરી પાડવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...