સમસ્યા:પોરબંદરમાં લાખોના ખર્ચે નાખેલા પ્લાસ્ટીકના સ્પીડ બ્રેકર તૂટી ગયા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્પીડ બ્રેકરો તૂટવાને કારણે ઓવરસ્પીડના વાહનોની સંખ્યા વધી ગઇ છે

પોરબંદર શહેરમાં થોડા જ સમય પહેલા વિવિધ જગ્યાએ પ્લાસ્ટીકના સ્પીડ બ્રેકરો ફીટ કરવામાં આવ્યા હતા. પરંતુ આ સ્પીડ બ્રેકરો થોડા જ સમયમાં તૂટી ગયા છે અને શહેરમાં ધૂમ સ્પીડના બાઇકરોની સંખ્યા પણ વધી જવા પામી છે.પોરબંદરમાં છેલ્લા ઘણા સમયથી ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને પોલીસે પણ આવા બાઇક ચાલકો સામે લાલ આંખ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

લોકો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે જે પ્લાસ્ટીકના સ્પીડ બ્રેકરો ફીટ કરવામાં આવ્યા છે તેમની જગ્યાએ મજબૂત સ્પીડ બ્રેકરો મુકવામાં આવે જેથી તે વારંવાર તૂટી ન જાય. પોરબંદરમાં શાળા, કોલેજોની નજીક તથા ટ્રાફીક વાળા વિસ્તારોમાં સ્પીડ બ્રેકરો તૂટવાને કારણે ઓવરસ્પીડના વાહનોની સંખ્યા વધી ગઇ છે જેથી વહીવટી તંત્ર પાકા અને મજબૂત સ્પીડ બ્રેકરો મુકવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...