કાંધલના સમર્થનમા પડ્યા રાજીનામા:પોરબંદરમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિતના હોદ્દેદારોએ રાજીનામા આપ્યા; એનસીપીમાંથી ટિકિટ નહીં મળતા નારાજ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કુતિયાણા ધારાસભ્ય કાંધલ જાડેજાને એનસીપીમાંથી ટિકિટ નહીં આપવામાં આવતા, પોરબંદર જીલ્લા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિતના હોદ્દેદારોએ રાજીનામું ધરી દીધુ છે.

કાંધલ જાડેજાના સમર્થનમાં રાજીનામું આપ્યું
પ્રદેશ પ્રમુખને સંબોધીને રાજીનામું આપતા જિલ્લા પ્રમુખ અરવિંદ જોષીએ જણાવ્યુ હતુ કે, છેલ્લા ઘણા સમયથી પોરબંદર એનસીપીનો જીલ્લા પ્રમુખ રહ્યો છુ. પરંતુ હાલમાં જ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ સરમણભાઈ જાડેજાને પાર્ટીએ જંગી બહુમતીથી ચૂંટાઈ આવતા હોવા છતા પણ ટિકિટ ન આપી અને છેલ્લે સુધી લાલચ આપી હતી. આવો અન્યાય કરતા મારા સહિત પોરબંદર જીલ્લાના હોદ્દેદારો તથા સભ્યો સહિત અંદાજે 50 જેટલા સભ્યો કાંધલ જાડેજાના સમર્થનમાં રાજીનામું આપીએ છીએ.

તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધુ
ઉલ્લેખનીય છે કે, કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજા બે ટર્મથી એનસીપીમાંથી ચૂંટાતા આવ્યા છે. ત્યારે આ વખતે એનસીપીએ કોંગ્રસ સાથે ગઢબંધન કરી લેતા કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજાને પાર્ટીએ મેન્ડેટ ન આપતા તેમણે એનસીપીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધુ છે.

અન્ય સમાચારો પણ છે...