તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાનગીકરણનો વિરોધ:પોરબંદરમાં વિજકર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કર્યો

પોરબંદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજવિતરણ કંપનીઓના ખાનગીકરણ સામે વિરોધ નોંધાવ્યો

ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ કેન્દ્ર સરકાર દ્વારા તા. 17/4/20ના રોજ “ઈડીયન ઈલેક્ટ્રીસીટી એકટ-2003માં સુધારો કરી - એમેન્ડમેન્ટ બીલ-2020આગામી સંસદસત્રમાં કાયદો પસાર કરવાની પ્રકિયા આદરવામાં આવેલ છે, જેના અનુસંધાને હેતુસર "સ્ટાન્ડર્ડ બિડ ડૉકયુમેન્ટ-2020" ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકાર અને કેન્દ્ર શાષિત પ્રદેશો હસ્તકની વીજવિતરણ કંપનીઓનું ખાનગીકરણ કરી ખાનગી ઉદ્યોગગૃહોંને સોંપવાની કાર્યવાહી કરવાની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.

કેન્દ્ર સરકારની ઉર્જા વિભાગને ખાનગીકરણ કરવાની ટેન્ડર પ્રકિયા ચંડીગઢ, પોન્ડીચેરી, દમણ ,દીવ, ગોવા, ઓડીસા, વગેરે રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશોમાં ચાલુ કરવામાં આવેલ છે, જેનો સમગ્ર ભારતભરના ઈજનેરો, અધિકારીઓ અને વીજકર્મચારીઓ દ્વારા ઉગ્ર વિરોધ નોધાવવામાં આવેલ છે ત્યારે પોરબંદરમાં વીજ કર્મીઓએ પણ કાળી પટ્ટી ધારણ કરી ખાનગીકરણનો વિરોધ નોંધાવી ફરજ પર હાજર રહ્યા હતા.

વીજ કર્મીઓએ એવું જણાવ્યું હતું કે જાહેરહિતની પ્રજાકીય સંસ્થા એવી વીજ વિતરણ કંપનીઓનું ખાનગીકરણ કરવાની નીતિથી પ્રજાના કરવેરા અને પ્રજાના નાણાં માંથી ઉભી થયેલ વીજ વિતરણ કંપનીઓનું ખાનગીકરણ કરવાથી સરકારની માલિકીપણા હક્ક જતા રહેશે. ગ્રાહકોને લગતી સેવાઓ અને સુવિધા ચાર્જેબલ થશે. યુનિટના ભાવોમાં વધારો થશે. જેથી વીજ કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર હાજર રહી ખાનગીકરણનો વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...