જિલ્લા સેવા સદન પોરબંદર ખાતે પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. ડીસ્ટ્રીકટ એડવાઇઝરી કમિટિની મીટીંગ ડો.સુરેખાબેન શાહ ચેરપર્સનનાં અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. પોરબંદર જિલ્લામાં 1 હજાર પુરૂષની સામે સ્ત્રીઓની સંખ્યા માત્ર 938 છે. જે ઘણી ગંભીર બાબત હોય જે અન્વયે કલેકટર અશોક શર્માએ અને જિલ્લા વિકાસ અધિકારી અડવાણીએ આ એક ગંભીર બાબત હોવાનુ જણાવી આ મુદે વિસ્તૃત ચર્ચા કરી હતી. કલેકટરએ કહ્યુ કે, જાતિ પરીક્ષણ કે કન્યા ભ્રૂણ હત્યાએ કાયદાકીય રીતે અપરાધ છે.
તમામ પી.એન.ડી.ટી. અંર્તગત રજીસ્ટર્ડ ડોકટરોને હોસ્પિટલ ખાતે સગર્ભા સ્ત્રીનું જાતિય પરિક્ષણ થતુ માલુમ પડશે તો પી.એન.ડી.ટી. કાયદા મુજબ કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરાશે. ઉપરાંત સમાજમાં દિકરા દિકરી વચ્ચેનો ભેદભાવ ન રહે, દિકરીઓને પણ દિકરા જેટલો દરજજો આપી સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ સન્માનીય ખાસ અનુરોધ કર્યો હતો. અને આ બાબતે જનજાગૃતિને લગતા ઘનિષ્ઠ કાર્યક્રમો યોજવા અને સોનોગ્રાફી મશીનોની તપાસના સઘન કાર્યક્રમો યોજી આ દૂષણ અટકાવવા ક્લિનીકો ખાતે તપાસ કરવા તમામ સભ્યોને જણાવ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.