તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પોરબંદર જિલ્લામાં પોલીસે 2 સ્થળેથી જુગાર રમતા 19 શખ્સને ઝડપી પાડ્યા

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 3 સ્થળેથી કુલ રૂપિયા 1.69 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

જિલ્લામાં 2 સ્થળેથી જુગારધામ અને 1 સ્થળેથી જુગાર રમતા કુલ 19 શખ્સને ઝડપી કુલ રૂ. 1.69 લાખ મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોરબંદરના છાયા જમાતખાના પંચાયત ચોકી પાસે ખાડીકાંઠે ચંદ્રેશ ઉર્ફે મુન્નો અશોક ઠકરાર પોતાના મકાનમાં નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી આ મકાનમાં જુગાર રમતા ચંદ્રેશ ઉર્ફે મુન્નો અશોક ઠકરાર, નાગા ઉર્ફે ધુળખાયો અરશી કારાવદરા, જીગ્નેશ ભીખુ ઠકરાર, શાંતાબેન ધનજી જેબર અને દક્ષાબેન મુળજી પવનીયાને ઝડપી કુલ રૂા. 1,01,700ના મુદામાલ કબ્જે કર્યો હતો.

આ ઉપરાંત કુતિયાણા સરકારી દવાખાના પાસે ભરત લખમણ દાસા પોતાના મકાનમાં જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે આ મકાનમાં દરોડો પાડી જુગાર રમતા ભરત લખમણ દાસા, પ્રશાંત કાના ખૂંટી, ખીમાણંદ રામ ભીતિયા, કેશુ અરજન રાતિયા, પરબત વૈદે દાસા, ભરત ભીમા દાસા, પ્રતિક હસમુખ અરણિયા, હરેશ પોલા ઠક્કરાણિયા અને લાખાભાઇ ગીગન કોડીયાતરને ઝડપી પાડી કુલ રૂ. 56,620નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે ભોમિયાવદર ગામે જાહેરમાં જુગાર રમતા સીદી આવડા કારાવદરા, ભીમા સાજણ કારાવદરા, બાબુ જુમા ખરજ, અરજન ભોજા કારાવદરા અને અરભમ દેવા કારાવદરાને હારજીતનો જુગાર રમતા ઝડપી લઈ બગવદર પોલીસે કુલ રૂ. 11,630નો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...