તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકરો તાપ:પોરબંદર જિલ્લામાં 100થી વધુ લોકો હિટવેવનો ભોગ બન્યા, મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ઇમરજન્સી 108 ટીમ દ્વારા દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ પ્રાથમિક સારવાર અાપવામાં આવી

પોરબંદરમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાન 40 ડીગ્રી પહોંચી જતા આકરો તાપ પડી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં જિલ્લામાં 100થી વધુ લોકોને લુ લાગતા 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. 100થી વધુ દર્દીઓને હિટવેવ લાગતા 108 ટીમે એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી નજીકના દવાખાને વધુ સારવાર માટે ખસેડયા છે.

પોરબંદર જિલ્લામાં હિટવેવ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. બે દિવસ પહેલા પોરબંદરમાં ગરમીનો પારો 40.4 અને ગઈકાલે મહત્તમ તાપમાન 40.1 રહ્યું હતું. સૂર્યના કિરણો સીધા પડી રહ્યા છે જેના કારણે લોકોને આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે. પોરબંદરમાં આજે મહત્તમ તાપમાન 39.8 ડીગ્રી નોંધાયું હતું. આમ ત્રણ દિવસથી પોરબંદર જિલ્લાના લોકો આકરો તાપ સહન કરી રહ્યા છે. કાળઝાળ ગરમીના કારણે જનજીવન પર અસર પડી રહી છે. આકરા બફારાને કારણે લોકો ત્રસ્ત બન્યા છે. અને ગરમીથી બચવા ઠંડા પીણા, પંખા અને એસી નો સહારો લઈ રહ્યા છે. સવારથી જ આકરો તાપ પડતો હોવાના કારણે મોટાભાગના લોકો કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે તો બીજીતરફ હાઇવે પણ સુમસામ ભાસી રહે છે.

ભારે ગરમીના કારણે છેલ્લા 2 દિવસમાં 100થી વધુ લોકો હિટવેવનો ભોગ બન્યા હતા. હિટવેવનો શિકાર બનનાર દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108નો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. 108 ટીમે જણાવ્યું હતું કે 2 દિવસમાં હિટવેવ લાગેલા 100થી વધુ લોકોએ કોલ કરતા 108 ટીમ પહોંચી હતી અને દર્દીઓને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં તેમજ નજીકના સરકારી તેમજ ખાનગી હોસ્પિટલે વધુ સારવાર માટે પહોંચાડ્યા હતા. હજુપણ ભારે તાપ પડી રહ્યો છે જેથી લુ લાગવાના બનાવો બની રહ્યા છે આથી લોકોએ સાવચેત રહેવું જરૂરી બન્યું છે તેમજ ગરમીમાં પુષ્કળ પાણી, છાસ જેવું પ્રવાહી પીવું જોઈએ તેમજ જરૂરી કામ સિવાય હાઇવે પર લાંબી મુસાફરી મહદઅંશે ટાળવી જોઈએ.

હિટવેવ લાગેલ દર્દીઓમાં મોટાભાગના દર્દી મજૂરો તેમજ હાઇવે પર બાઇક ચલાવનાર વ્યક્તિઓ હતા. જે સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવ્યા હતા. જેથી હિટવેવનો શિકાર બન્યા હતા. ખાસ કરીને બાળકો, વૃધ્ધો અને સગર્ભા માતાઓ એ ગરમીમાં ખાસ સાવચેતી રાખવી જરૂરી બની છે.

હિટવેવમાં વ્યક્તિઓને કેવા પ્રકારના લક્ષણો જોવા મળ્યા?
પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 100થી વધુ લોકો હિટવેવનો ભોગ બન્યા હતા જેમાં વ્યક્તિઓને વધુ તાવ, સૂકી ત્વચા, ધકબકારા વધી જવા, માથું દુઃખવું, ચક્કર આવવા તેમજ કેટલાક વ્યક્તિ બેભાન થયા જેવી સ્થિતિ જેવા લક્ષણો જોવા મળ્યા હતા.

જિલ્લામાં કેટલી 108 એમ્બ્યુલન્સ અને કેટલો સ્ટાફ ?
પોરબંદર જિલ્લામાં 108 ની 7 એમ્બ્યુલન્સ અને 1 બોટ એમ્બ્યુલન્સ છે. તેમજ કુલ 15 ઈએમટી, 14 પાઇલોટ અને 1 જિલ્લા ઇમરજન્સી એક્ઝિક્યુટિવ છે. એમ્બ્યુલન્સમાં જરૂરી દવાનો પૂરતો સ્ટોક કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સગર્ભા માતા માટે લેવા મુકવા ખિલખિલાટ વાન જિલ્લામાં સાત છે. > દેવ એચ. વ્યાસ, ઇમરજન્સી એક્ઝિક્યુટિવ, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો