તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાની સરવાણી:પોરબંદર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા સેવાભાવી લોકો મેદાને આવ્યા ,જરૂરિયાતમંદ લોકો, દર્દીઓની મદદ કરી સેવાકાર્ય કર્યું

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓને વિનામુલ્યે ભોજનની સુવિધા પુરી પાડતા રેસ્ટોરન્ટ માલિકોદર્દીઓ માટે ભોજન, ઉકાળા વિતરણ

દર્દીઓને વિનામુલ્યે ભોજનની સુવિધા પુરી પાડતા રેસ્ટોરન્ટ માલિકો
પોરબંદરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે હોસ્પિટલોમાં બેડની અછતના કારણે બહારના સીટીના ઘણા દર્દીઓ પોરબંદરની હોસ્પિટલોમાં સારવાર માટે આવી રહ્યા છે. પોરબંદરમાં હાલ 45 ટકા દર્દીઓ જિલ્લા બહારથી સારવાર માટે દાખલ થયેલા છે, પોરબંદરમાં હાલ બજારો બંધ છે તે સમયમાં દર્દીઓ તથા તેમના સગા-સંબંધીઓ માટે જમવાની વસ્તુઓ ના મળે તે સ્વાભાવિક છે.

લોકોની આવી પરિસ્થિતીમાં પોરબંદરની રેસ્ટોરન્ટના માલિકો આગળ આવ્યા છે. પોરબંદરના કંસાર અને સેફરોન રેસ્ટોરન્ટના માલિકોએ દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓ માટે વિનામૂલ્યે ભોજન આપવાનું શરૂ કર્યું છે. જેમાં તેઓ રોટલી, શાક, દાળ, ભાત, સલાડ અને છાસ સાથે ફૂડ પ્લેટ પેકિંગ કરીને આપવામાં આવે છે.

પોરબંદરમાં 100 પરિવારોને અન્નકીટનું વિતરણ કરાયું
પોરબંદરમાં કોરોનાની મહામારીમાં હાલ રોજગાર ધંધા બંધ છે આંશિક લોકડાઉન લગાવી દેવાયું હોવાથી અનેક ગરીબ પરિવારો જે રોજે રોજ મહેનત કરીને પોતાનું પેટયું રળતા હોય છે તેવા પરિવારોને સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે.

આવા પરિવારોને મદદરૂપ થવા કથાકાર રમેશભાઈ ઓઝાના માર્ગદર્શનમાં સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા તેમજ જે.સી.આઈ.ના સહયોગથી અન્નકીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હાલ 100 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને આવી અન્નકીટનું વિતરણ કરવામાં આવતા રોજે રોજનું કરી કમાઈને ખાતા 100 પરિવારોને થોડા દિવસો માટે પેટ ભરવાની મુશ્કેલીમાથી રાહત મળી છે.

માધવપુરમાં એક દિવસમાં 150 લિટર ઉકાળાનું વિતરણ કરાયું
માધવપૂર ઘેડની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા અને સંજીવની નેચર ફાઉંડેશન સંસ્થા દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. માધવપૂરના ઓશો આશ્રમના સન્યાસી વિજયભાઈ સ્વામી તેમજ વિભાબેનને આર્થિક સહયોગ અને જહેમતથી બનાવવામાં આવેલ આ ઉકાળો તા. 09-05-2021 થી તા. 11-05-2021 સુધી સવારે 6 થી 8 વાગ્યા સુધી વિતરિત કરવામાં આવી રહ્યા છે અને પ્રથમ દિવસે જ આવા 150 લિટર ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હજુ 2 દિવસ સુધી આ વિતરણ કાર્ય ચાલુ હોય વધુમાં વધુ લોકોને લાભ લેવા અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...