આદ્યુનિક ટેકનોલોજીનો ઉપયોગ:પોરબંદર જિલ્લામાં વનવિભાગ દ્વારા દીપડાની પૂછે માઇક્રોચીપ લગાવાઇ

પોરબંદર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીપડો કેટલી વખત માનવ વસાહત તરફ ગયો તેની માહિતી મળે છે
  • ફોરેસ્ટ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 34 દીપડાની પૂછમાં માઇક્રોચીપ લગાવવામાં આવી

પોરબંદર જિલ્લાના બરડા ડુંગરમાં વસતા દિપડાઓ અવાર-નવાર આસપાસની માનવ વસાહત તરફ ચડી આવે છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઇ છે. વન વિભાગ દ્વારા આવા દીપડાઓને પાંજરામાં કેદ કરવામાં આવે છે અને તેની પૂછ ઉપર એક માઇક્રોચીપ લગાડવામાં આવે છે જેથી તે દીપડો કેટલી વખત માનવ વસાહત તરફ ગયો તેની નોંધ કરવામાં આવે છે.

પોરબંદરના બરડા ડુંગરમાં 30 થી પણ વધુ દીપડા વસવાટ કરે છે. આ દીપડા બરડા ડુંગરના આસપાસના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત પોરબંદર અને દરિયા કાંઠાના ગામો સુધી પહોંચી જતા હોય છે. કેટલીક વખત તેઓ પશુઓના મારણ પણ કરે છે. આ દીપડાઓને કારણે ખેડૂતો અને ખેત મજૂરોમાં ભય પણ ફેલાઈ રહ્યો છે.

આ દીપડાઓને પકડવા માટે વનવિભાગ દ્વારા પાંજરૂ મૂકવામાં આવતું હોય છે જેમાં દીપડાને ઝડપી લેવામાં સફળતા પણ મળે છે. વન વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી પાંજરે કેદ થયેલા દીપડાઓની ઉપર માઇક્રોચીપ લગાડવામાં આવે છે. વનવિભાગ દ્વારા અત્યાર સુધીમાં 34 જેટલા દીપડાની પૂછ ઉપર માઇક્રોચીપ લગાડવામાં આવી છે.

જેના આધારે દીપડો કેટલી વખત ઝડપાયો છે તેની વિગત વન વિભાગને મળી રહે છે. કેટલાક દીપડાઓને સજાના ભાગરૂપે જૂનાગઢના સક્કરબાગમાં મોકલી આપવામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. વનવિભાગને પણ આધૂનિક ટેક્નોલોજીના કારણે કામગીરી ઘણી સરળ બની રહે છે.

અન્ય સમાચારો પણ છે...