તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:પોરબંદર જિલ્લામાં ચોથા દિવસે 42 ફોર્મ ભરાયા

પોરબંદર23 દિવસ પહેલા
 • કૉપી લિંક

પોરબંદરમાં ચોથે દિવસે પાલિકા બેઠક માટે 7, તાલુકા પંચાયત બેઠક માટે 28 અને જિલ્લા પંચાયત બેઠક માટે 7 ફોર્મ ભરાયા છે. પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારો મેદાનમાં ઉતરી રહ્યા છે ત્યારે પાલિકાની 52 બેઠક, પોરબંદર તાલુકા પંચાયતની 22 અને રાણાવાવ કુતિયાણા તાલુકા પંચાયતની 16-16 બેઠક તેમજ જિલ્લા પંચાયતની 18 બેઠક માટે ઉમેડવારીપત્રક ભરવાની શરૂઆત થઈ છે ત્યારે ગુરુવારે ચોથા દિવસે પાલિકાના વોર્ડ નં. 11ની બેઠક માટે 4 ફોર્મ ભરાયા છે અને વોર્ડ નં. 6ની બેઠક માટે 3 ફોર્મ ભરાયા છે.

જ્યારે જિલ્લા પંચાયતની વિસાવાડા બેઠક, કડછ બેઠક, ઓડદર બેઠક, અમરદળ બેઠક, રાણા કંડોરણા બેઠક પર 1-1 તેમજ બળેજ ખાતે 2 ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત તાલુકા પંચાયતની વિસાવાડા, નાગકા, અડવાણા, કિંદરખેડા, મોઢવાડા, અમરદળ, રાણાવડવાળા, વીરપુર, છત્રાવા, મહિયારી, કોટડા, મહોબતપરા, ઓડદર, પસવારી, ઠોયાણા, સિંધપુર, રોઘડા, માંડવા, ખાગેશ્રી, રાણા કંડોરણા, ઇશ્વરીયા, દેવડા, માધવપુર3 અને ગોસા ખાતે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આમ ચોથા દિવસે પાલિકા વોર્ડ બેઠક માટે 7, જિલ્લા પંચાયત બેઠક માટે 7 અને તાલુકા પંચાયત બેઠકો માટે 28 ફોર્મ ભરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો