તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પોરબંદર જિલ્લામાં વધુ 3 દર્દી કોરોના પોઝિટીવ, 3 દર્દી ડિસ્ચાર્જ, 1 દર્દીનું સારવાર દરમ્યાન મોત

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વધુ 3 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે 3 દર્દી ડિસ્ચાર્જ થયા છે અને 1 દર્દીનું મોત થયું છે.જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 519 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 3 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જેમાં પોરબંદરના જ્યુબિલી માંથી 33 વર્ષીય યુવાન, રાણાવાવ માંથી 70 વર્ષીય વૃદ્ધ અને ભોદ ગામ માંથી 81 વર્ષીય વૃદ્ધનો સમાવેશ થાય છે.

આમ જિલ્લાનો કોરોના દર્દીનો આંકડો 937એ પહોંચ્યો છે. વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતા જિલ્લાનો કોરોના દર્દીનો ડિસ્ચાર્જ આંકડો 894એ પહોંચ્યો છે. પોરબંદરના સિવિલ આઇસોલેશનમાં સારવાર દરમ્યાન વધુ 1 દર્દીનું મોત થતા જિલ્લાનો કોરોના દર્દીના મૃત્યુ આંકડો 100એ પહોંચ્યો છે. જેમાં પોરબંદર માંથી 55 દર્દી અને અન્ય જિલ્લા રાજ્ય ખાતે પોરબંદર જિલ્લાના 45 દર્દીના મોત થયા છે. હાલ 32 એક્ટિવ કેસ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો