તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:પોરબંદર જિલ્લામાં પાંચમાં દિવસે 204 ફોર્મ ભરાયા

પોરબંદર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપે પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર આજે ફોર્મ ભર્યા
 • કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાયા : બસપાના 4 અને 1 અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું

પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાંચમા દિવસે બેઠકો પર કુલ 204 ફોર્મ ભરાયા છે. ભાજપે પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર આજે ફોર્મ ભર્યા હતા જ્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરી કેટલીક બેઠકો પર ફોર્મ ભર્યા છે.

પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. આગામી 28 તારીખના યોજાનાર ચૂંટણી માટે ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. પાલિકાના 13 વોર્ડની 52 બેઠક, જિલ્લા પંચાયતની 18 બેઠક, પોરબંદર તા.પં.ની 22 બેઠક અને રાણાવાવ, કુતિયાણા તાલુકા પંચાયતની 16-16 બેઠક માટે ફોર્મ ભરવાના શરૂ થયા છે ત્યારે પાંચમા દિવસે કુલ 204 ફોર્મ ભરાયા છે. જેમાં ભાજપ ના ઉમેદવારોએ તમામ બેઠકો પર ફોર્મ ભર્યા છે.

જ્યારે કોંગ્રેસ દ્વારા પણ બેઠકો પરના ઉમેદવારોની યાદી જાહેર કરી કેટલીક બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં પાલિકા ના 13 વોર્ડની 52 બેઠક માટે પાંચમા દિવસે 86 ફોર્મ ભર્યા છે, તાલુકા પંચાયત બેઠકો માટે 93 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જ્યારે જિલ્લા પંચાયત બેઠકો પર 25 ફોર્મ ભર્યા છે. પાલિકામાં બસપા ના 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જ્યારે 1 અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું છે.

આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બેઠકો પર ઉમેદવારી નોંધાવવા માટે ગત તા. 8થી ફોર્મ ભરવાનું શરૂ થયું હતું. ઉમેદવારોને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આજે તા.13 સુધીની છે.

અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ભરાયા?
છેલ્લા પાંચ દિવસમાં અત્યાર સુધીમાં જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ 35 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જ્યારે પોરબંદર તા.પં. બેઠક પર કુલ 52 ફોર્મ ભરાયા છે. રાણાવાવ તા.પં. બેઠકો પર કુલ 37 ફોર્મ અને કુતિયાણા તા.પં. બેઠકો પર કુલ 40 ફોર્મ ભરાયા છે. જ્યારે પાલિકા ના વોર્ડની બેઠકો પર કુલ 90 ફોર્મ ભરાયા છે.

પોરબંદર પાલિકાના વોર્ડ નં 1 માં ભાજપમાંથી દિયર અને કોંગ્રેસમાંથી ભાભીને ટિકીટ મળી
પોરબંદર પાલિકાના વોર્ડ નં.1 મા ભાજપે જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અજય બાપોદરાના પત્ની પાયલબેનને ટીકીટ આપી છે જ્યારે તેની સામે કોંગ્રેસે અજયભાઈના સગા ભાઈ વિજય બપોદરાને વોર્ડ 1 મા ટીકીટ આપી છે જેથી આ વોર્ડમાં ભાભી સામે સગ્ગા દિયર ચૂંટણીમાં મેદાને ઉતર્યા છે.

પાલિકાના વોર્ડ નં.9માં કોંગ્રેસે ભાજપના મહિલા અગ્રણી સહિત 4 ને ટિકીટ આપી
ભાજપના વર્ષો સુધી સુધરાઈ સભ્ય રહેલા સ્વ. બાલુભાઈ ગોહેલની પત્ની જયશ્રીબેન કે જેઓ ભાજપ માંથી સુધરાઈ સભ્ય રહ્યા હતા તેને કોંગ્રેસે વોર્ડ 9માં ટીકીટ ફાળવી છે. ઉપરાંત પાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ. ડોલરભાઈ ચોટાઇના પુત્રવધુ દીપ્તિબેન નીરજ ચોટાઇને ટીકીટ ફાળવી છે. જ્યારે સામાજિક કાર્યકર ને ટીકીટ આપી છે.

પાર્લામેન્ટરી બોર્ડના નિયમ મુજબ ભાજપના 7 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા
પોરબંદર માં પણ કેટલાક આગેવાનો તથા હોદેદારો ને સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીની ટીકીટ ફાળવવામાં આવી હતી. જેથી તેઓ એ પાર્લામેન્ટરી બોર્ડ ના નિયમ મુજબ રાજીનામું આપ્યું છે. જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું કે જીલ્લા ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ ચેતનાબેન તિવારી,મહિલા મોરચા મહામંત્રી સરોજબેન કક્કડ,તાલુકા ભાજપ પ્રમુખ ભુરાભાઈ કેશવાલા, શહેર મહામંત્રી મહેન્દ્રસિંહ ચાવડા,કોષાધ્યક્ષ હિતેશભાઈ કારિયા ,શહેર ઉપ પ્રમુખ મીતેશભાઇ પોસ્તરિયા અને જયેશભાઈ કારાવદરા એ પક્ષના શિસ્ત પ્રમાણે પોતાના હોદ્દા પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો