લમ્પી રોગનો ભરડો:પોરબંદર જિલ્લામાં વધુ 20 ગૌવંશ લમ્પી ગ્રસ્ત

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ રોગને કારણે વધુ 1 ગૌવંશનું મોત થયું

પોરબંદર જિલ્લામાં વધુ 20 ગૌવંશ લમ્પી ગ્રસ્ત નોંધાયા છે. વધુ 1 ગૌવંશનું આ રોગના કારણે મોત થયુ છે. પોરબંદર જિલ્લામાં લમ્પી સ્કિન રોગ વધુ વકરી રહ્યો છે. આ રોગની ઝપેટમાં દરરોજ અનેક ગૌવંશ ઝપેટે ચડી રહ્યા છે. આ રોગ ચેપી હોવાથી ઝડપી સંક્રમણ થઈ રહ્યું છે.

પશુ ચિકિત્સક ડો. મંડેરાએ જણાવ્યું હતુંકે, 24 કલાકમાં જિલ્લામાં વધુ 20 ગૌવંશ લમ્પીગ્રસ્ત નોંધાયા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 2534 ગૌવંશને લમ્પી સ્કિન રોગ થયાનું નોંધાયું છે. વધુ 1 ગૌવંશનું મોત થયાનું સામે આવ્યું છે જેથી લમ્પીગ્રસ્ત ગૌવંશના મૃત્યુનો સરકારી ચોપડે આંકડો 145 થયો છે. હાલ જીઆઇડીસી ખાતેના આઈસોલેશન વોર્ડમાં કુલ 200થી વધુ ગૌવંશ સારવાર હેઠળ છે. પશુ તબીબ દ્વારા સ્થળ પર પણ સારવાર આપવામાં આવી રહી છે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...