તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પોરબંદર જિલ્લામાં 3 સ્થળેથી દારૂ સાથે 2 શખ્સ ઝડપાયા, 1 નાસી છૂટ્યો

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડુંગરમાં રાણના ઝાડ નીચેથી દેશીદારૂની બે ભઠ્ઠી મળી આવી

પોરબંદર જિલ્લામાં 3 સ્થળેથી વિદેશી દારૂની 8 બોટલ સાથે 2 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં રહેતો ચિરાગ કાંતિભાઈ પાબારીના કબ્જા માંથી વિદેશી દારૂની 2 બોટલ મળી આવતા પોલીસે આ શખ્સને ઝડપી કુલ રૂ. 600નો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધ્યો છે.

જ્યારે રાણા કંડોરણા પુંજાપરાધારમાં રહેતો ભીખન દેવરાજ ચાવડાએ પોતાના મકાન પાછળ પડતર વાડામાં દારૂ છુપાવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા આ સ્થળેથી વિદેશી દારૂની 4 બોટલ મળી આવતા પોલીસે રૂ. 1600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે દરોડા દરમ્યાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે તેમની વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. ઉપરાંત બળેજ ગામે રહેતો લખમણ બોધા ઉલવા નામના શખ્સના કબ્જા માંથી પોલીસે વિદેશી દારૂની 2 બોટલ મળી આવતા રૂ. 700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને શખ્સની પુરછપરછ કરતા આ દારૂ થાપલા ગામનો સાજણ પાસેથી વેચાતો લીધો હોવાની કબૂલાત આપી હતી. દરમિયાન ડુંગરમાં રાણના ઝાડ નીચેથી દેશીદારૂની બે ભઠ્ઠી મળી આવતા પોલીસે રૂ. 8,840નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...