તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા આયોજન મંડળની બેઠક:પોરબંદર જિલ્લામાં 400 લાખના 153 કામોને મંજૂરીની મહોર લાગી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

જિલ્લાના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી જેમાં પોરબંદર જિલ્લામાં રૂ. 400 લાખના 153 કામોને મંજૂરી અપાઈ છે.

પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી અને પ્રવાસન, મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષપદે વિડીયો કોન્ફરન્સ મારફત યોજાયેલ બેઠકમાં મંત્રીઓ વીડિયો કોન્ફરન્સથી વર્ચ્યુઅલ સહભાગી થયા હતા. બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ તળેની વિવિધ જોગવાઇઓ હેઠળ વર્ષ 2021-22ના વિવેકાધીન અનુ.જાતી પેટા યોજના, સામાન્ય, પ્રોત્સાહક, ખાસ પછાત વિસ્તાર ધેડ, વિવેકાધીન નગરપાલીકા વિકાસના 153 કામો માટે રૂા.400 લાખના કામોને મંજુરી આપવામાં આવી હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ તળેની વિવિધ જોગવાઇઓ હેઠળ વર્ષ 2018-19 થી 2020-21ના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી તેમજ કામોને સમયાંતરે પુર્ણ કરવા સૂચના આપવામાં આવેલ હતી. કલેકટર અશોક શર્માએ વિકાસના હાથ પર લેવાયેલા કામો ની રૂપરેખા આપી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચના આપી હતી. જિલ્લા આયોજન અધિકારી વી.એલ. સોનગરાએ સંકલિત માહિતી રજૂ કરી હતી. આ બેઠકમાં જિલ્લા અને તાલુકાના અધિકારીઓ, ડીડીઓ અડવાણી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...