તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડા:પોરબંદર જિલ્લામાં 2 મહિલા સહિત 13 શખ્સ જુગાર રમતા ઝડપાયા

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 2 સ્થળ પર દરોડા પાડી રૂ. 1,99,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો

પોરબંદર જિલ્લામાં બે સ્થળ પરથી 2 મહિલા સહિત 13 શખ્સ જુગાર રમતા ઝડપાયા હતા.

કુતિયાણા તાલુકાના ઇશ્વરીયા ગામના એક રહેણાંક મકાન પર ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાંથી વાસીયાંગ ભીખાભાઇ રાતીયા, રાજેશ ભીખાભાઇ રાતીયા, નીલેશ અરજનભાઇ ઓડેદરા, સાંજણ દેવાભાઇ ઓડેદરા, મોહન મસરીભાઇ પરમાર, નાગાજણ અરશીભાઇ ઓડેદરા તથા ભીમા એભાભાઇ ઓડેદરાને ગંજીપતાનો હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા, જ્યારે આ દરોડા દરમ્યાન ત્યાં જુગાર રમી રહેલી ૨ મહિલાઓ અનુક્રમે ધાનીબેન કાના ઓડેદરા તેમજ મનીષાબેન નિલેશ ઓડેદરાની અટક કરવાની બાકી હોય, પોલીસે સ્થળ પરથી કુલ રૂ.૧,૯૬,૭૪૦ નો મુદામાલ કબ્જે કરી, ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ સુભાષનગરમાં જુગાર રમી રહેલા રસિક રામજીભાઇ ચામડીયા, દિવ્યેશ લલીતભાઇ લોઢારી, હનેશ વેલજીભાઇ સોલંકી તથા કિશોર લખમણભાઇ ચામડીયાને ગંજીપતાથી તીનપતીનો હારજીતનો જુગાર રમી રહેલા રંગેહાથ ઝડપી લીધા હતા અને સ્થળ પરથી કુલ રૂ.૨,૪૬૦ નો મુદામાલ કબ્જે કરી ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...