દારૂની રેલમછેલ:પોરબંદર જિલ્લામાં 24 કલાકમાં દેશી દારૂના 12 કેસ નોંધાયા

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 શખ્સ પીધેલી હાલતમાં ઝડપાયો, ગુનો નોંધાયો

પોરબંદર જિલ્લામાં દેશી દારૂની રેલમછેલ હોય તેમ દારૂનું વેચાણ કરતા શખ્સોને પોલીસી કોઇ બીક ના હોય તેમ તેનું ઉત્પાદન કરતા હોય છેલ્લા 24 કલાકમાં દારૂ અંગેના 12 કેસ નોંધાયા છે. પોરબંદર જિલ્લામાં દેશી અને વિદેશી દારૂનું બેફામ વેચાણ થઇ રહ્યું છે. જિલ્લાભરમાંથી દારૂની દુષણ ડામવા પોલીસે કમર કસી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 12 જેટલા ગુન્હા નોંધવામાં આવ્યા છે.

જેમાંથી 1 શખ્સ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો અને સમગ્ર જિલ્લામાંથી પોલીસે અલગ અલગ 11 જગ્યાએથી 108 લીટર દેશી દારૂ તથા બરડા ડુંગરમાં પોલા પાણાની જગ્યાની નીચેથી 1200 લીટર દેશી દારૂનો આથા સાથે દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી હતી.દેશભરમાં દારૂબંધી માત્ર નામની રહી ગઇ હોય પોરબંદર જિલ્લામાં દારૂનું દુષણ વધ્યું છે ત્યારે પોલીસ દ્વારા રાત્રીના સમયે સઘન પેટ્રોલીંગ કરી દારૂની બદી દૂર કરવા વધુ પ્રયાસ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...