હચમચાવી દેનારા દ્રશ્યો:પોરબંદરમાં લમ્પી વાઈરસના કારણે મૃત્યુ પામેલા પશુઓના મૃતદેહો રઝળતા જોવા મળ્યા; કૂતરા અને ગીધ શરીરને ચૂંથી રહ્યા છે

પોરબંદર2 મહિનો પહેલા
  • આજૂબાજૂના વિસ્તારોમાં ભયંકર રોગચાળો ફાટવાની ભીતિ

લમ્પી વાઈરસને કારણે રાજ્યમાં ખાસ કરીને ગાયોમાં જોવા મળતા આ રોગને કારણે મોટી સંખ્યામાં ગાય સહિતના પશુઓ મોતને ભેટી રહ્યા છે. તે દરમિયાન પોરબંદર છાંયા નગરપાલિકા સહિત પોરબંદર જિલ્લા વહીવટી તંત્રની ખુબજ ગંભીર બેદરકારી સામે આવી છે. પોરબંદરના જાવરમાં આવેલ ગેસના ટાન્કાની પાછળ મોટી સંખ્યામાં ગાય અને આખલાઓના મૃતદેહો ખુલ્લામાં રઝળતા જોવા મળી રહ્યા છે.

આ તસ્વીર તમને વિચલિત કરી શકે છે
આ તસ્વીર તમને વિચલિત કરી શકે છે

ભયંકર રોગચાળો ફાટી નાંખવાની ભીતિ
આ સ્થિતિ જોતા પશુ અને પક્ષીઓ અને પ્રાણીઓ સહિત જિલ્લામાં રોગચાળો વકરે તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. તો 1962માં ફોન કરવા છતાં પણ પશુઓને લેવા કે સારવાર માટે ગાડીઓ નહી આવતી હોવાનો પણ યુથ કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો હતો.

આ તસ્વીર તમને વિચલિત કરી શકે છે
આ તસ્વીર તમને વિચલિત કરી શકે છે

વિરોધપક્ષે મુલાકાત લેતા હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યાં
પોરબંદર જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકરોએ આ જગ્યાએ જઈ મુલાકાત લેતા આ સ્થળે જોવા મળેલ વિચલીત કરનાર દ્રશ્યો જોઈ યુથ કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનોએ આવી દયનીય પરિસ્થિતિ બદલ જવાબદાર તંત્ર વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો.

આ તસ્વીર તમને વિચલિત કરી શકે છે
આ તસ્વીર તમને વિચલિત કરી શકે છે

મોતના આંકડામાં ગોલમાલ
પોરબંદર જિલ્લામાં હાલમાં કુલ 65 હજાર જેટલા પશુઓ છે. જેમાંથી સરકારી આંકડા મુજબ 400 જેટલા લમ્પી વાઈરસના કેસો નોંધાયા છે અને લમ્પીમાં 27 જેટલા પશુઓના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય બિમારી સહિત કુલ 50 જેટલા પશુઓના મોત નિપજ્યા છે. જો કે આ દ્રશ્યો જોઈ લમ્પીથી આટલા જ મૃત્યુ થયા હોય તે માનવુ મુશ્કેલ છે. કારણ કે આ દ્રશ્યોમાં દોઢ કિલોમીટર સુધીમાં બંન્ને સાઈડ ગાય સહિતના પશુઓના મૃતદેહોના ઢગલાઓ ખુલ્લામાં પડ્યા છે. તેને જોતા મોતની સંખ્યા વધુ હોય તેમ લાગી રહ્યુ છે.

આ તસ્વીર તમને વિચલિત કરી શકે છે
આ તસ્વીર તમને વિચલિત કરી શકે છે

તંત્રની કામગીરી સામે હજારો સવાલ
જો તેનાથી પણ વધુ ગંભીર બેદરકારી તંત્રની તે છે કે આ પશુઓના મૃતદેહને ખુલ્લામાં દફનવિધિ વગર ફેંકી દેવાતા આ મૃતદેહને અન્ય પક્ષીઓ અને પ્રાણીઓ ખાતા હોવાથી તેઓમાં પણ રોગચાળો ફેલાય તેવી ભિતી સેવાઈ રહી છે. પોરબંદર શહેરથી થોડા અંતરે જ આવેલ આ જગ્યા પર જે રીતે મોટી સંખ્યામાં મૃતદેહો રઝળી રહ્યા છે. ત્યારે પ્રશ્ન થાય છે કે આ રીતે આ મૃતદેહો શા માટે રઝળી રહ્યા છે? કોના કહેવાથી અહી મૃતદેહો નાખવામાં આવી રહ્યા છે અને મૃતદેહો નાખવામાં આવી રહ્યા છે તો શા માટે તેને જમીનમાં દાટી દફનવિધિ નથી કરવામાં આવી રહી?

આ તસ્વીર તમને વિચલિત કરી શકે છે
આ તસ્વીર તમને વિચલિત કરી શકે છે
અન્ય સમાચારો પણ છે...