કાર્યવાહી:પોરબંદર શહેરમાં કંપાસ ફેંકી દેતા કચરો ઉપાડ કહ્યા બાદ બોલાચાલી થતાં છાત્રને માર માર્યો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 સામે પોલીસ ફરિયાદ નોંધાતા કાર્યવાહી હાથ ધરાઇ

પોરબંદરમાં એક વિદ્યાર્થીનો કંપાસ પડી જતા રોડ પર ફેંકી દેતા કચરો ઉપાડ તેમ કહી 4 શખ્સોએ માર માર્યો હતો અને માસી વચ્ચે પડતા તેની આબરૂ લેવાના ઇરાદે ઓઢણી ખેંચી ઝાપટ માર્યા અંગેની ફરિયાદ નોંધાઇ છે.

પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં રહેમાનની મસ્જિદ પાછળ શેરી માંથી રેહાન નામનો વિદ્યાર્થી સકુલેથી ચાલીને આવતો હતો ત્યારે ઇબ્રાહિમ ઉંમર ઉર્ફે ઇબ્લા સંધાર, સાજીદ ઇબ્રાહિમ, મૂર્તુજા ઇબ્રાહિમ અને સબેરાબેન ઇબ્રાહિમ ઉંમર ઉર્ફે ઈબ્લા સંધાર નામના શખ્સોના ધર પાસે રોડ પર રેહાનનો કંપાસ પડી જતા, રેહાને કંપાસ તોડીને ત્યાં જ ફેંકી દીધો હતો.

જેથી સાયરાબેને રેહાનને કહ્યું કે કચરો અહીથી ઉપાડ અને તારા ઘરે નાખી દેજે તેમ કહેતા રેહાને હું કચરો ઉપાડું છું તેમ કહેતા સાયરાબેને રેહાન સાથે ગાળાગાળી કરી હતી અને સાજીદ તથા મુર્તુજાએ રેહાનને તેના એપાર્ટમેન્ટના ડેલા પાસે લઈ જઈ ઢિકાપાટુનો માર માર્યો હતો.

​​​​​​​રેહાન ના માસી ફરજાનાબેન વચ્ચે પડતા સાજીદે તેની આબરૂ લેવાના ઇરાદે ઓઢેલ ઓઢણી ખેંચી ઝાપટ મારેલ અને મુર્તુજાએ ફાતમાબેનનું ગળું દબાવી ધક્કો મારી ચારેય શખ્સોએ ઢિકાપાટુંનો માર માર્યો હતો. આ અંગે ફરજાનાબેન અબ્દુલ્લા પઠાણે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય શખ્સ સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...