કાર્યવાહી:પોરબંદર શહેરમાં 2 શખ્સોએ પાનની દુકાનમાં કરી તોડફોડ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બંને શખ્સો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી

પોરબંદર નજીકના ત્રણ માઇલ પાસે દુકાનમાં બોખીરા વિસ્તારના 2 શખ્સોએ તોડફોડ કરીને દુકાનદારને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ. પોરબંદર નજીકના ત્રણ માઇલ વિસ્તારમાં મઢુલી નામની પાનની દુકાન ધરાવતા અજય લાખણશીભાઇ બોખીરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વિશાલ કેશુભાઇ ભુતીયા નામનો શખ્સ ગત તા. 13-10-2021 રોજ તેમની દુકાને આવીને તેમના સાહેદ હરીશ સાથે બોલાચાલી કરીને માલસામાન વેર વીખેર કરીને રૂ. 3000 જેટલી નુકસાની કરી હતી.

ત્યારબાદ ગત તા. 15-10-2021 ના રોજ સાંજના સમયે દેવા ગગુભાઇ ભુતિયા નામનો શખ્સ દુકાને આવીને બોખીરામાંથી નીકળશો તો ફોરવ્હીલની ઠોકર લાગી જાય તો અમને કહેતા નહીં એમ ખુલ્લી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે બંને શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ એચ. બી. ઓડેદરાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...