ઉજવણી:પોરબંદરમાં રોજ 500 જેટલી કેક કાપી વિવિધ પ્રસંગોની ઉજવણી થઈ રહી છે

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમણ ઓછું થતા લોકો રોજની રૂ. 1.50 લાખથી વધુની કેક આરોગે છે

પોરબંદરમાં રોજ 500 જેટલી કેક કાપી વિવિધ પ્રસંગોની ઉજવણી થઈ રહી છે. કોરોના સંક્રમણ ઓછું થતા અને પ્રસંગોમાં 400 લોકોને એકઠા થવાની છૂટ મળતા લોકો પ્રસંગોની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરતા થયા છે. કેક કાપીને ઉજવણી કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. ભૂતકાળમાં લોકો બર્થડેમા જ કેક કાપી ઉજવણી કરતા હતા.

હાલ લોકો સગાઈ, રીસેપ્શન, બર્થડે, એનિવર્સરી, શ્રીમંતના પ્રસંગે પણ કેક કાપી ઉજવણી કરે છે. શહેરમાં અંદાજે 30 જેટલી કેક શોપ આવેલ છે. હાલ લગ્નગાળા દરમ્યાન રોજ 500 જેટલી મોટી કેકનું વેચાણ થાય છે. જેમાં 1 કિલોથી માંડીને 3 કિલોની કેકનો સમાવેશ થાય છે. દરરોજ વિવિધ પ્રસંગોમાં 500 જેટલી કેક કાપી લોકો પ્રસંગોની ઉજવણી કરી પ્રસંગનો આનંદ માણી રહ્યા છે. રોજ અંદાજે દોઢ લાખ રૂપિયાની કેક લોકો આરોગે છે.

અર્થતંત્ર પાટે ચડ્યું : વેપારી
કોરોના સમયમાં લોકોને એકઠા થવાની મનાઈ હતી ત્યારે ઘરના લોકો જ બર્થડે ઉજવણી કરતા અને 250 ગ્રામ કેક ખરીદતા. હાલ પ્રસંગોમાં વધુ લોકોને એકઠા થવાની છૂટ મળી છે જેથી શુભપ્રસંગોમાં મોટી કેક નું વેચાણ વધ્યું છે. આવનાર ડિસેમ્બરમાં કેકનું પ્રમાણ વધશે. પલ્મકેક એટલે કે ડ્રાઇ કેકનું વેચાણ પણ વધશે. > કિશન માત્રાવાડિયા, કેકના વેપારી

અન્ય સમાચારો પણ છે...