તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આમિર ખાને તેની પત્ની કિરણ રાવ અને તેના પરિવાર સાથે ગુજરાતનાં પોરબંદર અને ગીરનાં જંગલોની મુલાકાત લીધી હતી. ગાંધીબાપુની જન્મભૂમિ પોરબંદરમાં જઈને તેણે ગાંધીજીના ફોટા નિહાળ્યા હતા. ત્યાં તેમણે કહ્યું હતું કે અહીં આવીને શાંતિ અને ધન્યતાનો અનુભવ થયો છે.
વેડિંગ એનિવર્સરી મનાવવા અમે ગુજરાત પસંદ કર્યું હતું- આમિર
આમિર ખાન તેની લગ્નની 15મી એનિવર્સરી મનાવવા માટે પરિવાર સાથે સૌરાષ્ટ્રના ગીરમાં પહોંચ્યો હતો. તેઓ ગીરની વૂડ્સ હોટલમાં રોકાયાં હતાં. સાસણગીરમાં જઈને આમિરે પરિવાર સાથે જંગલની સફારીનો આનંદ માણ્યો હતો. આમિર ખાને પરિવારજનો સાથે દસથી વધુ વાહનોમાં સાસણમાં જંગલ સફારીનો લહાવો લીધો હતો. તેમણે અલગ અલગ રૂટ પર 10થી વધુ સિંહો જોયા હતા. ગીરમાં સિંહ દર્શન કર્યાં બાદ આમિર ખાને જણાવ્યું હતું કે વેડિંગ એનિવર્સરી મનાવવા માટે ક્યાં જઈએ એવું વિચારતાં અમે ગુજરાતના ગીરને પસંદ કર્યું હતું અને અહીં આવ્યા.
ગીર આવશો તો એ જોવા મળશે, જે રેર અને ભારતનું ગૌરવ છે
ગીરમાં સિંહ દર્શન કર્યાં બાદ આમિર ખાને પત્રકારોને જણાવ્યું હતું કે આપણે ગીરની મુલાકાત કરવી જોઇએ. અમે ઘણું સાંભળ્યું હતું અને અમે જે સાંભળ્યું હતું એના કરતાં વધારે અમને જાણવા મળ્યું છે. આ ખૂબ સુંદર જગ્યા છે. અમે ખુશનસીબ છીએ કે અમને સિંહ જોવા મળ્યા છે. અલગ અલગ એક્શન જોવા મળી, ખૂબ જ મજા આવી. હું લોકોને કહીશ કે જો તમે ગીર આવશો તો તમને એ જોવા મળશે, જે રેર છે અને આપણા ભારતનું ગૌરવ છે. હું લોકોને કહીશ કે જો મોકો મળે તો અહીં આવવું જોઇએ.
માસ્ક અને સામાજિક અંતર જાળવવા અપીલ
પોરબંદરના એરપોર્ટ પર આમીરખાને એવું જણાવ્યું હતું કે પોરબંદરના એરપોર્ટ પર કોરોનાને લઈને સાવચેતી રાખવામાં આવી છે જેથી સલામતી અને શાંતિ નો અનુભવ થયો છે. પોલીસ અને સિક્યુરિટી બંદોબસ્ત ખૂબ સારો છે. લોકોએ સામાજિક અંતર જાળવવું અને માસ્ક પહેરીને જ બહાર નીકળવું.
કિર્તી મંદિર ખાતે પત્નીને મીસ કરી
આમીરખાને ગાંધીજીના જન્મ સ્થળની મુલાકાત લઈ દરેક ખંડ સુધી પહોંચી માહિતી મેળવી હતી તે દરમ્યાન એવું પણ જણાવ્યું હતું કે પત્ની કિરણને મીસ કરી રહ્યો છું. આમીરની પત્ની અને બાળકો તેમજ તેના સાથીદાર સ્ટાફ પોરબંદરના એરપોર્ટ પર જ રહ્યા હતા.
(સચિમ મદલાણી-પોરબંદર)
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.