પોરબંદરમાં આશાપુરા ચોકડી, મફતિયાપરા વિસ્તારમાં રહેતા રામભાઈ ભાણાભાઈ કડછા નામના 55 વર્ષીય આધેડ ચોપાટી ખાતે મંડપોત્સવમા ગયા હતા અને ઘરે પરત ફર્યા બાદ તેમના ઘરે તેમનો સાળાનો પુત્ર પારસ વિરમ ચૌહાણને જોઈને આધેડે પારસ પર હુમલો કરી પારસને કુહાડા વડે માથા અને પગના ભાગે માર મારતા ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
આ હુમલા બાદ આધેડે આશાપુરા ચોકડી વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટ કે જયાં આધેડ અગાવ ચોકીદાર તરીકે ફરજ બજાવતા હતા તે એપાર્ટમેન્ટના આઠમા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા આધેડનું મોત થયું હતું. જ્યારે આધેડના સાળાનો પુત્ર પારસને સારવાર માટે ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પારસને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી તેને અન્ય હોસ્પિટલ ખાતે રીફર કર્યો હતો.
આ બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જણાવ્યું હતુંકે, રામભાઈ ભાણાભાઈ કડછા નામના આધેડ છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા અને આધેડ પેરાલીસીસના પેશન્ટ હતા. તેનો મગજ તામસી રહેતો હતો જેથી આ આધેડે તેના સાળાના પુત્ર પર હુમલો કરી આધેડે આપઘાત કરી લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.