ઇશ્વરની ભેટ સ્વરૂપે મળી કળા:પોરબંદરમાં યુવાને મગ - ચણા દાળ, છીપલા, બાક્સની સળી પર ગણેશજીનું ચિત્ર બનાવ્યું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઈપણ જાતના કોર્ષ વગર યુવાન આબેહૂબ ચિત્રો કંડારે છે

મૂળ તાલાલા અને હાલ પોરબંદર રહેતા યુવાને મગ - ચણા દાળ, છીપલા અને બાક્સની સળી અને નાના પથ્થર પર ગણેશજીનું ચિત્ર બનાવ્યું છે. મૂળ તાલાલા ગામના અને છેલ્લા સાતેક વર્ષથી પોરબંદરમા રહેતા પિયુષ દેવેન્દ્રભાઈ વાધેલા નામના યુવાનને નાનપણથી ચિત્રકામનો શોખ છે. આ યુવાન કોઈપણ જાતના ચિત્રકામના કોર્ષ કર્યા વગર આબેહૂબ ચિત્રો કંડારી શકે છે.

આ યુવાને જણાવ્યું હતું કે, જે કોઈ પણ કાર્યમાં શોખ હોય તે કાર્ય કરવામાં કુશળતા આપોઆપ આવે છે. આ યુવાને 2007મા ચણાની દાળ અને વાલ પર ગણેશજીના ચિત્રો બનાવ્યા હતા. બાદ આ વખતે ગણેશોત્સવ નિમિતે પિયુષ વાધેલાએ છીપલા, નાના પથ્થર, બાક્સની સળી, ચણા અને મગની દાળ પર ગણેશજીના ચિત્રો બનાવ્યા છે. કોઈ પણ જાતના કોષ કર્યા વગર આ યુવાનને આ કળા ઈશ્વરીય ભેટ સ્વરૂપે મળી હોવાનું યુવાને જણાવ્યું હતું.

અન્ય ચિત્રો બનાવવામાં પણ યુવાન માહિર છે
પિયુષ વાધેલા નામનો યુવાન ચિત્રકળામા રૂચિ ધરાવે છે. આ યુવાને સ્ક્રેચ આર્ટ, કેનવાસ આર્ટ, રેતીચિત્ર, ફોટો ફ્રેમ બનાવ્યા છે. અને તે આબેહૂબ ચિત્રો બનાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...