ઝેરી દવા:પોરબંદરમાં યુવાને ઝેરી દવા પી લેતાં મોત નિપજ્યું

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઇ અગમ્ય કારણોસર પગલું ભરી લીધું

પોરબંદર જિલ્લામાં આપઘાતના કિસ્સાઓનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જેમાં યુવાનોથી લઇને મોટી ઉમરના આધેડો પણ આવું ઘાતકી પગલું ભરતા અચકાતા નથી. ત્યારે વધુ એક કિસ્સો પોરબંદરના છાંયા વિસ્તારમાં સામે આવ્યો છે જેમાં એક યુવાને કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખસેડાયો હતો જયાં સારવાર દરમિયાન તેમનું દુ:ખદ મોત નિપજયું હતું.છાંયા સાંઢીયાવાડ વિસ્તારમાં મારૂતી પાન પાસે રહેતા સંજયભાઇ નાગાભાઇ ઓડેદરા નામના 32 વર્ષીય યુવાને ગઇકાલે સાંજના સમયે રઘુવંશી સોસાયટી પાસે આવેલા અસ્માવતી રીવર ફ્રન્ટના પાછળના ગેઇટ પાસે જઇને કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...