તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પોરબંદરમાં વેપારીની નજર ચૂકવી મહિલાએ 1.50 લાખની ઉઠાંતરી કરી

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લીમડાચોક નજીક આવેલ દુકાનમાં મહિલા અને બાળકી ગ્રાહક બની આવ્યા હતા

પોરબંદરના લીમડાચોક નજીક ભદ્રકાળી માતાજીના મંદિર સામે ભીખાભાઇ લાલજીભાઈ રાડીયા નામના વેપારીની શિવમ સ્ટીલ કોર્પોરેશન નામની દુકાને સવારે એક મહિલા અને તેની સાથે એક નાની છોકરી ગ્રાહક બનીને આવ્યા હતા અને મહિલાએ તગારુ ચેક કરી ભાવતાલ કર્યો હતો અને દુકાનની અંદર અન્ય પાવડાનો હાથો સહિતની ચીજો માંગી હતી. દરમ્યાન દુકાનના ટેબલના ખાના આગળ છોકરી ઉભી હતી અને આ મહિલાએ ટેબલના ખાના માંથી રૂપિયાના બંડલની ઉઠાંતરી કરી નાશી ગઈ હતી.

આ અંગેની જાણ થતા તુરંત જ વેપારીએ ખાનું ચેક કરતા તેમાં રહેલા કુલ રૂ. 1,50,000 ન હતા. જેથી વેપારીએ તુરંત પોલીસને જાણ કરતા ડીવાયએસપી કોઠીયા, પીઆઇ, એચ.એલ.આહીર, પીએસઆઇ સહિતનો પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને આ વિસ્તારમાં સધન ચેકીંગ હાથ ધર્યું હતું. વેપારીએ આ અંગે કીર્તિમંદિર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે. હાલ પોલીસે આ મહિલાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં અવારનવાર ચોરીના બનાવો બને છે.

અગાઉ પણ આ વિસ્તારની દુકાનો માંથી નાની મોટી રકમની ચોરી, મોબાઇલની ચોરી, સાયકલની દુકાન માંથી અલગ અલગ સમયે બે નવી સાયકલ ચોરી પણ થઈ ચૂકી છે. ત્યારે વધુ એક વખત આ વિસ્તારમાં દિન દહાડે વેપારીની નજર ચૂકવી રૂ. 1.50 લાખની ઉઠાંતરી થતા વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળે છે ત્યારે પોલીસ દ્વારા આ વિસ્તારમાં સધન ચેકીંગ અને પેટ્રોલિંગ વધારવામાં આવે અને તુરંત આ ચોર ટોળકીઓને ઝડપી લેવામાં આવે તેવી માંગ પણ વેપારીઓ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો